- જમ્મુ કાશ્મીરના ઉધમપુર પહોંચ્યા પીએમ મોદી
- બટ્ટલ વાલિયા સ્થિત મોદી ગ્રાઉન્ડમાં ચૂંટણી સભા
- 28 નવેમ્બર 2014ના રોજ ઉધમપુરમાં આ મેદાનમાંથી સંબોધી હતી રેલી
લોકસભાની ચૂંટણીને લઇને પીએમ મોદી આજે જમ્મુ કાશ્મીર પહોંચી ગયા છે. તેઓ હાલ ઉધમપુરમાં બટ્ટલ વાલિયા સ્થિત મોદી ગ્રાઉન્ડમાં ચૂંટણી સભા સંબોધી રહ્યા છે. મહત્વનું છે કે પીએમ મોદીના આગમનને લઇને કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી હતી. ઉધમપુરમાં કલમ 144 લાગુ કરવામાં આવી હતી.
મોદીની ગેરંટી એટલે..
પીએમ મોદીએ સંબોધન કરતા જણાવ્યું કે આજે જમ્મુ કાશ્મીરના લાખો પરિવારો પાસે મફત સારવારની ગેરંટી છે. આજે પાઇપથી પાણીની સુવિધા મળી રહી છે. એટલુ જ નહી ડીઝિટલ કનેક્ટીવિટી પણ મળી રહી છે. મોદીની ગેરંટી એટલે ગેરંટી પુરા કરવાની ગેરંટી. કોંગ્રેસની નબળી સરકારોએ કેવી રીતે દશકો સુધી લટકાવી રાખ્યા. જમ્મુના ખેડૂતોના ખેતરો સુકાયેલા હતા. ગામો અંધારામાં હતા. આપણા હકનું રાવિનું પાણી પાકિસ્તાન જઇ રહ્યું હતું, મોદીએ ખેડૂતોને ગેરંટી આપી હતી તેને પુરા કરીને બતાવ્યું. કઠુઆ અને સાંબાના હજારો ખેડૂતોને ફાયદો થયો. એટલુ જ નહિ ડેમથી જે વીજળી પેદા થઇ તે જમ્મુ કાશ્મીરના ઘરોને રોશન કરશે.
NC, PDP સહિત વિપક્ષ પર કર્યા પ્રહાર
નેશનલ કોન્ફરન્સ, પીડીપી અને બાકીના દળો જમ્મુ કાશ્મીરને જૂના દિવસોમાં લઇ જવા માંગે છે. પરિવારથી ચાલનારા પાર્ટીઓએ જમ્મુ કાશ્મીરનું નુકસાન જેટલુ કર્યુ એટલુ બીજા કોઇએ કર્યુ નથી. અહીં પોલિટિકલ પાર્ટી મતલબ ઓફ ધ ફેમિલી, બાય ધ ફેમિલી અને ફોર ધ ફેમિલી. સત્તા માટે 370 કલમની એવી દિવાલ બનાવી કે લોકો બહાર જોઇ શકે નહી. તમારા આશીર્વાદથી મોદીએ 370ની દિવાલ તોડી પાડી.
કોંગ્રેસને પીએમ મોદીની ચેતવણી
પીએમ મોદીએ ખાસ કરીને કોંગ્રેસને ચેતવણી આપતા કહ્યું કે હિંદુસ્તાનની કોઇ પણ રાજકીય પાર્ટી, હિમંત કરીને આવે., ખાસ કરીને હું કોંગ્રેસને ચેતવણી આપુ છું , કે તેઓ ઘોષણા કરે કે તેઓ 370 કલમને પાછી લાવશે. તો આ દેશ તેમનું મોઢું જોવા પણ તૈયાર નહી હોય.આ લોકો ભ્રમ ફેલાવે છે,લોકોને ડરાવીને રાખે છે. 370 હટી તો આગ લાગી જશે તેમ કહેતા, પરંતુ જમ્મુ કાશ્મીરના નૌ જવાનોએ કોંગ્રેસને અરીસો બતાવી દીધો.હવે અહીં તેમની ચાલી નહી એટલે જમ્મુ કાશ્મીરની બહાર દેશના લોકો વચ્ચે ભ્રમ ફેલાવી રહ્યા છે.
જમ્મુમાં વિધાનસભાની ચૂંટણીઓ યોજાશે તે સમય દૂર નહી- પીએમ મોદી
પીએમ મોદીએ વધુમાં કહ્યું કે મોદી બહુ આગળનું વિચારે છે. તેથી અત્યાર સુધી જે બન્યું છે તે માત્ર ટ્રેલર છે. મારે નવા જમ્મુ અને કાશ્મીરનું નવું અને અદ્ભુત ચિત્ર બનાવવામાં વ્યસ્ત થવું પડશે. એ સમય દૂર નથી જ્યારે જમ્મુમાં વિધાનસભાની ચૂંટણીઓ યોજાશે. કાશ્મીર. જમ્મુ અને કાશ્મીરને રાજ્યનો દરજ્જો મળશે. તમે તમારા ધારાસભ્યો અને તમારા મંત્રીઓ સાથે તમારા સપના શેર કરી શકશો.









