• પીએમ મોદી 18 જૂને વારાણસી જશે
  • મતદારોનો આભાર માનવા વારાણસી જશે
  • ગંગા આરતી અને  કાશી મંદિરમાં કરશે પૂજા 

કેન્દ્રમાં એક વાર ફરી નરેન્દ્ર મોદી સરકારની રચના થઇ છે. 4 જૂને ચૂંટણી પરિણામમાં એનડીએને બહુમતી મળી. 9 જૂને પીએમ નરેન્દ્ર મોદી સહિત 71 મંત્રીઓએ શપથ લીધા. આમ પીએમ મોદીએ સતત ત્રીજી વખત પીએમ પદથી શપથ લઇને હેટ્રિક મારી છે. સોમવારે સાંજે મંત્રીઓને મંત્રાલય પણ ફાળવી દેવામાં આવ્યા. ત્યારે પીએમ મોદી પોતાના લોકસભા ક્ષેત્ર વારાણસીમાં જનતાનો આભાર વ્યક્ત કરવા જશે.

ગંગા આરતીમાં લેશે ભાગ

18 જૂને પીએમ મોદી કાશી જઇ રહ્યા છે. પહેલા આ કાર્યક્રમ 11 જૂનનો હતો. મળતી માહિતી મુજબ પીએમ મોદી વારાણસીમાં ગંગા આરતીમાં હાજરી આપવાના છે. તેઓ તેઓ કાશી વિશ્વનાથની પૂજા પણ કરશે.મહત્વનું છે કે પીએમ મોદીની જીતનું માર્જિન ચોક્કસથી ઘટ્યું છે, પરંતુ તેમણે વિજયની હેટ્રિક લગાવી છે. 2014થી તેઓ અહીંથી સતત જીતી રહ્યા છે. આવી સ્થિતિમાં આ વખતે ફરી જ્યારે પીએમ મોદી વારાણસી આવી રહ્યા છે, ત્યારે ભાજપના કાર્યકરોની સાથે-સાથે જનતામાં પણ ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

 તૈયારીઓ તેજ

પીએમ મોદીના આગમનને લઈને સિગરાના ગુલાબબાગ સ્થિત પાર્ટી ઓફિસમાં મહાનગર અને જિલ્લા અધિકારીઓની બેઠક યોજાઈ હતી. વિસ્તારના પ્રમુખ દિલીપ પટેલે જણાવ્યું કે ખેડૂત સંમેલનને સંબોધિત કર્યા બાદ પીએમ મોદી બાબા શ્રીકાશી વિશ્વનાથની પૂજા કરશે, ત્યારબાદ પીએમ મોદી સ્થાનિક દશાશ્વમેધ ઘાટ પર ગંગા આરતીમાં ભાગ લેશે. બનારસ ભાજપે પીએમ મોદીના કાર્યક્રમની તૈયારીઓ શરૂ કરી દીધી છે.

પીએમ મોદી ખેડૂતોને કરી શકે સંબોધિત

પીએમ મોદી રોહનિયા અથવા સેવાપુરી વિધાનસભા ક્ષેત્રમાં ખેડૂતોના સંમેલનને સંબોધિત કરી શકે છે. રોહનિયા અને સેવાપુરી બંને વિધાનસભામાં પીએમ અને અજય રાયની જીતનું માર્જીન ઓછું રહ્યું છે. પીએમ એક જગ્યાએ લગભગ 26 હજારના માર્જિનથી અને બીજી જગ્યાએ લગભગ 22 હજારના માર્જિનથી જીત્યા. આ બંને ભૂમિહાર, પટેલ અને નિષાદ પ્રભુત્વવાળી બેઠકો છે.

  • Follow us on: