પીએમ મોદી આજે તેમના સંસદીય ક્ષેત્ર જઇ રહ્યા છે. વારાણસીમાં 1300 કરોડ રૂપિયાની વિવિધ પરિયોજનાઓનો શુભારંભ કરવાના છે. જેને લઇને વારાણસીમાં તૈયારીઓ તેજ કરવામાં આવી છે. પીએંમ મોદીના આગમનમાં ભગવા રંગથી રોડ રસ્તા પર સજાવટ કરવામાં આવી છે. મોટા મોટા બેનરો મૂકવામાં આવ્યા છે. પીએમ મોદીના મોટા મોટા હોર્ડિંગ્સ મૂકવામાં આવ્યા છે. કાશી નગરીને સજાવવામાં આવી રહી છે. ત્યારે આવો જાણીએ વારાણસીમાં શું છે આજે પીએમ મોદીનો કાર્યક્રમ
23 પ્રોજેક્ટનો કરશે શિલાન્યાસ
વારાણસીના ડિવિઝનલ કમિશનર કૌશલ રાજ શર્માએ કહ્યું કે પીએમ મોદી વારાણસીથી 23 પ્રોજેક્ટનો શિલાન્યાસ કરશે. કૌશલ રાજ શર્માએ કહ્યું કે પીએમ મોદી 20 ઓક્ટોબરે વારાણસીમાં એક કાર્યક્રમને સંબોધિત કરશે. તેઓ અનેક પ્રોજેક્ટનો શિલાન્યાસ કરશે. તેઓ વારાણસીમાં 23 પ્રોજેક્ટનો શિલાન્યાસ કરશે
સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું ઉદ્ઘાટન કરશે
પીએમ મોદી આજે વારાણસી સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું ઉદ્ઘાટન પણ કરશે. રમતગમત માટે ઉચ્ચ-ગુણવત્તાવાળી ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રદાન કરવાના તેમના વિઝનને અનુરૂપ, વડાપ્રધાન 'ખેલો ઈન્ડિયા' યોજના અને સ્માર્ટ સિટી મિશન હેઠળ રૂ. 210 કરોડથી વધુના ખર્ચે વારાણસી સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સના પુનર્વિકાસના તબક્કા 2 અને 3નું ઉદ્ઘાટન કરશે. આ પ્રોજેક્ટનો ઉદ્દેશ્ય એક અત્યાધુનિક સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બનાવવાનો છે જેમાં નેશનલ સેન્ટર ઓફ એક્સેલન્સ, ખેલાડીઓની હોસ્ટેલ, સ્પોર્ટ્સ સાયન્સ સેન્ટર, વિવિધ રમતો માટે પ્રેક્ટિસ એરિયા, ઇન્ડોર શૂટિંગ રેન્જ અને કોમ્બેટ સ્પોર્ટ્સ ગ્રાઉન્ડનો સમાવેશ થશે.
આંખની હોસ્પિટલનું કરશે ઉદ્ઘાટન
પીએમ મોદી વારાણસી મુલાકાત દરમિયાન પીએમ મોદી 6,100 કરોડ રૂપિયાથી વધુના અનેક એરપોર્ટ પ્રોજેક્ટનું અનાવરણ પણ કરશે. આ ઉપરાંત બપોરે લગભગ 2 વાગ્યે તેઓ આરજે શંકરા આંખની હોસ્પિટલનું ઉદ્ઘાટન કરશે. હોસ્પિટલ આંખની વિવિધ સ્થિતિઓ માટે વ્યાપક પરામર્શ અને સારવાર પ્રદાન કરશે. આ પ્રસંગે વડાપ્રધાન જનતાને સંબોધન પણ કરશે.
અનેક પ્રોજેક્ટનો શિલાન્યાસ કરશે
- લગભગ 4.15 કલાકે તેઓ વારાણસીમાં અનેક વિકાસ યોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે. કનેક્ટિવિટી વધારવાની તેમની પ્રતિબદ્ધતાને અનુરૂપ, વડાપ્રધાન એરપોર્ટ રનવેના વિસ્તરણ અને નવા ટર્મિનલ બિલ્ડીંગના નિર્માણ અને લાલ બહાદુર શાસ્ત્રી ઇન્ટરનેશનલ એરપોર્ટ, વારાણસીના અંદાજે રૂ. 2,870 કરોડના સંબંધિત કામોનો શિલાન્યાસ કરશે.
- પ્રધાનમંત્રી આગ્રા એરપોર્ટ પર રૂ. 570 કરોડથી વધુના ખર્ચે નવા સિવિલ એન્ક્લેવ્સ, અંદાજે રૂ. 910 કરોડના ખર્ચે દરભંગા એરપોર્ટ અને અંદાજે રૂ. 1550 કરોડના ખર્ચે બાગડોગરા એરપોર્ટનો શિલાન્યાસ પણ કરશે.
- પ્રધાનમંત્રી રીવા એરપોર્ટ, મા મહામાયા એરપોર્ટ, અંબિકાપુર અને સારસાવા એરપોર્ટ પર રૂ. 220 કરોડથી વધુના ખર્ચે બનેલી નવી ટર્મિનલ ઇમારતોનું ઉદ્ઘાટન કરશે. આ એરપોર્ટ્સની સંયુક્ત પેસેન્જર હેન્ડલિંગ ક્ષમતા વધીને વાર્ષિક 2.3 કરોડથી વધુ મુસાફરો થશે, એમ પ્રેસ રિલીઝમાં જણાવાયું હતું.









