• સંસદ પરિસરમાં NDA સંસદીય દળની બેઠક
  • સદનની કાર્યવાહી પહેલા NDAએ દળની બેઠક
  • એનડીએ સંસદીય દળની બેઠકમાં પીએમ મોદીનું સ્વાગત

લોકસભાનું વિશેષ સત્ર ચાલી રહ્યુ છે. ગઇકાલે લોકસભામાં રાહુલગાંધીએ ધન્યવાદ પ્રસ્તાવ પર જવાબ આપતા હોબાળો થયો હતો. હિંદુ સમાજને લઇને કરેલી ટિપ્પણી મામલે હોબાળો થયો હતો. ત્યારે આજે પીએમ મોદી રાહુલ ગાંધીના નિવેદનોનો જવાબ આપવાના છે. સાંજે 4 વાગે પીએમ મોદી સંસદમાં પોતાનો જવાબ આપશે. ત્યારે સદનની કાર્યવાહી શરૂ થાય તે પહેલા એનડીએ સંસદીય દળની બેઠક મળી.

પીએમ મોદીનું કરાયુ સ્વાગત

[[$googlead]]

દિલ્હીમાં NDA સંસદીય દળની બેઠકમાં NDA નેતાઓએ વડાપ્રધાન મોદીનું સ્વાગત કર્યું હતું. હાજર સૌ કોઇએ પીએમ મોદીનું તાળીઓના ગડગડાટ સાથે સ્વાગત કરવામાં આવ્યું. ફુલ હાર પહેરાવીને સ્વાગત કરવામાં આવ્યું હતું.

[[$alsoread]]


બેઠક કોણ કોણ હાજર

  • એનડીએ સંસદીય દળની બેઠક માટે કેન્દ્રીય મંત્રી ભૂપેન્દ્ર યાદવ અને શિવરાજ સિંહ ચૌહાણ સંસદ સંકુલ પહોંચ્યા હતા.
  • બીજેપી સાંસદ અને કેન્દ્રીય મંત્રી અમિત શાહ NDA સંસદીય દળની બેઠકમાં ભાગ લેવા પહોંચ્યા હતા.
  • કેન્દ્રીય મંત્રીઓ જેપી નડ્ડા, પ્રહલાદ જોશી, રામદાસ આઠવલે અને અન્ય NDA નેતાઓ NDA સંસદીય દળની બેઠક માટે સંસદ સંકુલ પહોંચ્યા હતા.
  • કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન NDA સંસદીય દળની બેઠક માટે સંસદ સંકુલ પહોંચ્યા.
  • પીએમ નરેન્દ્ર મોદી એનડીએ સંસદીય દળની બેઠક માટે સંસદ સંકુલ પહોંચ્યા હતા
  • એનડીએ સંસદીય દળની બેઠક માટે કેન્દ્રીય સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ અને નીતિન ગડકરી સંસદ સંકુલ પહોંચ્યા હતા.

  • Follow us on: