• PM મોદીએ પાઠવી મમતા બેનર્જીને શુભકામના
  • આજે મમતા બેનર્જીનો છે બર્થ ડે
  • પીએમ મોદીએ મમતા દીદી કહીને પાઠવી શુભકામના

પીએમ મોદી હંમેશા પોતાના હરીફ હોય કે પછી મિત્ર. તેમના જન્મ દિવસે અવશ્ય શુભકામના પાઠવે જ છે. ત્યારે મમતા દીદીની બર્થ ડે તેઓ કેવી રીતે ભૂલી શકે. 5 જાન્યુઆરીએ મમતા બેનર્જીના બર્થ ડે પર પીએમ મોદીએ તેમને ખાસ સંદેશો પાઠવ્યો છે.

મમતા દીદીનો 69મો જન્મ દિવસ

મહત્વનું છે કે ટીએમસી વડા અને પ.બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીનો આજે 69મો જન્મદિવસ છે. ત્યારે પીએમ મોદીએ ટ્વિટર પર પોસ્ટ કરતા જણાવ્યું હતું કે ''પશ્ચિમ બંગાળના મુખ્ય પ્રધાન મમતા દીદીને તેમના જન્મદિવસ પર અભિનંદન. તેમના લાંબા અને સ્વસ્થ જીવન માટે પ્રાર્થના''

2011થી છે સીએમ પદ પર

મહત્વનું છે કે તૃણમૂલ કોંગ્રેસ (TMC)ના વડા મમતા બેનર્જી આજે તેમનો 69મો જન્મદિવસ ઉજવી રહ્યા છે. બેનર્જીનો જન્મ 5 જાન્યુઆરી 1955ના રોજ કોલકાતામાં થયો હતો. તે 2011થી પશ્ચિમ
બંગાળના મુખ્યમંત્રી પદ પર છે.

કેજરીવાલે-બિસ્વા પણ શુભકામના પાઠવી હતી
પીએમ મોદી ઉપરાંત દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે પણ મમતા બેનર્જીને તેમના જન્મદિવસ પર શુભેચ્છા પાઠવી હતી અને કહ્યું હતું કે ભગવાન તમને સ્વસ્થ જીવન આપે. આસામના સીએમ હિમંતા બિસ્વા સરમાએ પણ આવી જ શુભકામના પાઠવી હતી.
  • Follow us on: