• ઉત્તરાખંડના ઋષિકેશમાં પીએમ મોદી
  • હાલમાં ચૂંટણી સભા સંબોધી રહ્યા છે
  • સીએમ પુષ્કરસિંહ ધામી રહ્યા હાજર

લોકસભાની ચૂંટણીને લઇને ભાજપે પ્રચાર તેજ કર્યો છે. ત્યારે આજે પીએમ મોદી ઉત્તરાખંડના પ્રવાસે છે. ઋષિકેશમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સ્વાગત કરવામાં આવ્યું હતું. હાલ તેઓ જનસભા સંબોધી રહ્યા છે.

પીએમ મોદીએ આ પ્રસંગે સંબોધન કરતા જ સભામાં મોદી મોદીના નારા લાગવા લાગ્યા હતા. તેમણે કહ્યું કે આજે દેશમાં બીજેપીની મજબૂત સરકાર છે એટલે જ આંતકવાદીઓને ઘરમાં ઘુસી મારે છે. 

[[$googlead]]

ઋષિકેશ બેસ્ટ ટુરિસ્ટ ડેસ્ટિનેશન

[[$alsoread]]

પીએમ મોદીએ ઋષિકેશને ટુરિસ્ટ પ્લેસ તરીકે ગણાવીને કહ્યું કે આ એવી જગ્યા છે જ્યાં રિવર રાફ્ટીંગ થાય છે. અહીં અદ્યાત્મિક પ્રવૃત્તિઓ પણ થાય છે. અહીં લોકો ફરવા આવે છે. મનની શાંતિ મેળવવા માટે આવે છે. ટુરિસ્ટોની સંખ્યા વધતા અમે રોડ વે, રેલવે અને હવાઇ મુસાફરીમાં સુવિધા કરવાની તૈયારીઓ કરી રહ્યા છે.

ચાર ધામ યાત્રા માટે સુવિધામાં વધારો

પીએમ મોદીએ કહ્યું કે કેદારનાથ, ગંગોત્રી, યમનોત્રી અને બદ્રીનાથને 900 કિમી લાંબા હાઇવેથી જોડવામાં આવી રહ્યો છે. આ પ્રયાસોથી શ્રદ્ધાળુઓને ઉત્તરાખંડ પહોંચવામાં સરળતા રહેશે. આવુ એટલા માટે થઇ રહ્યું છે કારણ કે અમારો ઇરાદો સાચો છે.એટલે પરિણામ પણ સારા જ હોય.

ઉત્તરાખંડમાં સ્ટાર્ટઅપ્સ વધ્યા

ચાર ધામ યાત્રાની વાત કરીએ તો ગયા વર્ષે 55 લાખથી વધુ શ્રદ્ધાળુઓ યાત્રા કરી. આદિકૈલાશ અને ઓમ પર્વતની યાત્રા કરી. લોકોને હિમાલયમાં એવી અલૌકિક જગ્યા જોવાનો અવસર મળ્યો છે. પર્યટનનો આ વિસ્તાર એક સેક્ટરનો વિસ્તાર નથી પર્યટન વધવાનો મતલબ છે રોજગારી વધવી. ઉત્તરાખંડમાં થઇ રહેલા વિકાસે પલાયનના સમાચારો જૂના ગણાવી દીધા છે. ઉત્તરાખંડના સ્ટાર્ટઅપના સમાચારો આવી રહ્યા છે.1000થી વધારે સ્ટાર્ટઅપ રજિસ્ટર્ડ કર્યા છે.


  • Follow us on: