• તેઓ ગાળો ભાંડશે અમે સેવા કરીશુ : PM મોદી
  • રાહુલ અમેઠીથી ચૂંટણી લડતા ડરે છે: PM મોદી
  • રાહુલ ગાંધીને કહુ છુ ડરો નહી ભાગો નહી : PM મોદી

વડાપ્રધાન નરેન્દ્ર મોદી બંગાળમાં લોકસભા ચૂંટણી માટે શુક્રવારે એક જ દિવસમાં ત્રણ જાહેરસભાઓને સંબોધિત કરશે.પીએમ નાદિયા જિલ્લાના કૃષ્ણનગર, બીરભૂમ જિલ્લાના બોલપુર અને પૂર્વ બદ્ધમાન જિલ્લામાં ભાજપના ઉમેદવારોના સમર્થનમાં ચૂંટણી રેલીઓ કરી રહ્યા છે.

મારો જન્મ આનંદ માટે નથી થયો : PM મોદી

[[$googlead]]

[[$alsoread]]

બર્ધમાનમાં પીએમ મોદીએ કહ્યું, 'મારો જન્મ આનંદ માટે નથી થયો, મેં લોકોની સમસ્યાઓ હલ કરવાનો સંકલ્પ કર્યો છે' બંગાળમાં હિન્દુઓ સાથે અન્યાય થયો. વિપક્ષ પર નિશાન સાધતા પીએમ મોદીએ કહ્યું, સમાજવાદી પાર્ટી અને કોંગ્રેસનું ઇન્ડિયા ગઠબંધન તુષ્ટિકરણમાં ડૂબી ગયું છે. તેઓએ જે ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો છે તેમાં મુસ્લિમ લીગની 100 ટકા છાપ છે. કોંગ્રેસનો આખો મેનિફેસ્ટો માત્ર વોટ બેંકને મજબૂત કરવાનો છે. અમારો મેનિફેસ્ટો દેશને મજબૂત કરવા માટે સમર્પિત છે.

રાહુલ અમેઠીથી ચૂંટણી લડતા ડરે છે

રાહુલ ગાંધી પર નિશાન સાધતા PMએ કહ્યું કે શાહજાદા જાણે છે કે તેઓ વાયનાડમાંથી હારવાના છે. રાહુલ અમેઠીથી ચૂંટણી લડતા ડરે છે. રાહુલ ગાંધીને કહુ છુ ડરો નહી ભાગો નહી

રામમંદિરની પ્રાણ પ્રતિષ્ઠાને વિપક્ષે મુદ્દો બનાવ્યો

રામમંદિરની પ્રાણ પ્રતિષ્ઠાને વિપક્ષે મુદ્દો બનાવ્યો તેમના પેટમાં પાણી રેડાયુ. જય શ્રી રામના નારા સાથે તેમને વિરોધ. આદિવાસી, દલિત, OBC સાથે મોદી સરકાર. કોંગ્રેસનો એજન્ડો ધર્મના નામે રાજનીતિ કરવી. 5 મેના રોજ અયોધ્યામાં રામ લલ્લાના દર્શન કરશે. 

સંદેશખાલીમાં આટલો મોટો ગુનો બન્યો અને ટીએમસી તે ગુનેગારને બચાવી રહી છે 

પીએમ મોદીએ કહ્યું, આજે પશ્ચિમ બંગાળમાં ટીએમસી સરકારે હિન્દુઓને બીજા વર્ગના નાગરિક બનાવી દીધા છે. જય શ્રી રામ બોલો તો તેને તાવ આવે છે. તેમને રામ મંદિરના નિર્માણ સામે વાંધો છે. રામ નવમીની શોભાયાત્રા સામે વાંધો છે. સંદેશખાલીમાં આટલો મોટો ગુનો બન્યો અને ટીએમસી તે ગુનેગારને બચાવી રહી છે કારણ કે તેનું નામ શાહજહાં શેખ હતું.


  • Follow us on: