• PM નરેન્દ્ર મોદી આજે બિહારના પ્રવાસે
  • નવાદામાં જાહેર સભામાં સંબોધન
  • અગાઉ જમુઇમાં સંબોધી હતી ચૂંટણી રેલી

PM નરેન્દ્ર મોદી લોકસભાની ચૂંટણીને લઇને પ્રચાર પ્રસારમાં વ્યસ્ત બન્યા છે. ત્યારે વધુ એકવાર તેઓ બિહારના પ્રવાસે છે. તેઓ નવાદામાં મોટી સંખ્યામાં સમર્થકો અને કાર્યકરો એકઠા થયા છે. ત્યારબાદ તેઓ પશ્ચિમ બંગાળના જલપાઇગુડીમાં ચૂંટણી રેલી સંબોધશે. ઉલ્લેખનીય છે કે થોડા દિવસો પહેલા તેઓએ બિહારના જમુઇમાં ચૂંટણી રેલી સંબોધી હતી.

[[$googlead]]

આજે ભારતનો ડંકો વિશ્વમાં વાગી રહ્યો છે- પીએમ મોદી

[[$alsoread]]

પીએમ મોદીએ સભા સંબોધન કરતા જણાવ્યું કે આજે આખા વિશ્વમાં ભારતનો ડંકો વાગી રહ્યો છે. પીએમ મોદીએ વિવિધ દેશોના નામ ગણાવીને કહ્યું કે આ તમામ જગ્યાએ ભારતનો ડંકો વાગી રહ્યો છે. પીએમ મોદીએ જનતાને પૂછ્યુ કે આનું શું કારણ ? PM મોદીએ કહ્યુ આ બધુ મારા કારણે નહી પરંતુ તમે આપેલા વોટનું પરિણામ છે.

ગરીબી દૂર કરીને જ ઝંપીશ- પીએમ મોદી

PM મોદીએ વધુમાં કહ્યું કે હું દેશમાંથી ગરીબી દૂર કરવાના મિશનમાં વ્યસ્ત છું. તમારી જેમ હું પણ ગરીબીમાં જીવીને અહીં આવ્યો છું. ગરીબોના પુત્ર મોદી ગરીબોના સેવક છે. જ્યાં સુધી હું દેશના દરેક ભાઈ-બહેનની ગરીબી દૂર નહીં કરું ત્યાં સુધી હું શાંતિથી બેસીશ નહીં. પીએમ મોદીએ કહ્યું કે છેલ્લા 10 વર્ષમાં ગરીબોના કલ્યાણ માટે ઘણા મોટા કામો થયા છે. આધુનિકતાના યુગમાં દેશ આગળ છે.

ઇન્ડિ ગઠબંધન પર કર્યા પ્રહાર

પીએમ મોદીએ કહ્યું ગામ અને ગરીબ બહેનોને ડ્રોન પાયલટ બનાવવાની ગેરંટી છે. વીજળીનુ બિલ શૂન્ય થઇ જાય તે માટે પણ યોજના શરૂ કરવામાં આવી છે. પરંતુ મોદીની ગેરંટીઓને કારણે વિપક્ષ, ઇન્ડી ગઠબંધન પરેશાન થઇ ગયા છે. તેમણે કહ્યું કે ઇન્ડિ. ગઠબંધનના એક મોટા નેતાએ કહ્યું કે મોદી જે ગેરંટી આપે છે તેના પર પ્રતિબંધ મૂકવો જોઇએ. પીએમ મોદીએ આ અંગે તેઓને સવાલ કરતા કહ્યું શું તમે મોદીની ગેરંટીથી ગભરાઇ ગયા છો ? ઇન્ડિ ગઠબંધનનું કહેવુ છે કે તેમણે કહ્યું મોદીની ગેરંટી આપવુ ગેરકાયદેસર છે. ત્યારે હું દેશવાસીઓને પૂછવા માંગુ છું કે શું હું દેશવાસીઓ માટે મહેનત કરવાની ગેરંટી આપુ છું તો શું આ ગુનો છે ? વધુમાં કહ્યું કે અરે ભાઇ મોદી ગેરંટી એટલા માટે આપે છે કારણે કે મારી પાસે ગેરંટી પુરી કરવાની ગેરંટી છે. મોદી ગેરંટી એટલે આપે છે કે મોદીની નિયત સાફ છે તેમ પીએમ મોદીએ જણાવીને વિપક્ષને આડેહાથ લીધી હતી.


  • Follow us on: