• તેલંગણા વિધાનસભાની ચૂંટણી
  • પીએમ મોદી મેડકમાં સંબોધી સભા
  • KCR પર કર્યા આકરા પ્રહાર

તેલંગણા વિધાનસભાની ચૂંટણીને લઇને ભાજપ દ્વારા જોરશોરથી પ્રચાર કરવામાં આવી રહ્યો છે. તેવામાં પીએમ મોદી આજે તેલંગણા પહોંચ્યા છે. મેડક વિધાનસભામાં તેઓએ જાહેર સભા સંબોધી હતી. અહીં તેઓએ BRSને આડેહાથ લીધી હતી.

તેલંગણા કેસીઆરને ફાર્મ હાઉસ મોકલી દેશે

તેઓએ કેસીઆરને આડેહાથ લેતા જણાવ્યું કે તેઓએ માત્ર પોતાના સબંધીઓ માટે કામ કર્યુ. તેઓએ જનતા માટે કશું કર્યુ નથી. તેઓએ તેલંગણાને માત્ર ખોટા વાયદા કર્યા. તેમણે કહ્યું કે ફાર્મ હાઉસ સીએમની તેલંગણાને શું જરૂર છે. તેઓએ કહ્યું કે કેસીઆરે માત્ર ભ્રષ્ટાચાર અને જનતાનો ભરોસો જ તોડ્યો છે. તેમણે કહ્યું કે હવે તો તેલંગણાની જનતા કેસીઆરને ફાર્મ હાઉસ જ મોકલી દેશે.

કેસીઆરને કેમ બીજી સીટ પરથી લડવુ પડ્યું ?


તેમણે વધુમાં જણાવ્યું કે રાહુલ ગાંધીએ અમેઠી છોડવાનું પડ્યુ તેવી જ રીતે કેસીઆરએ પણ બીજી બેઠક પરથી ચૂંટણી લડવી પડી. તેનું મોટુ કારણ બીજેપીના ઉમેદવાર રાજેન્દ્રજી છે અને બીજુ કારણ ખેડૂતો અને ગરીબોનો ગુસ્સો છે. જે ખેડૂતો ઘર ગુમાવ્યો, જમીન ગુમાવી તેમને કેસીઆરએ તેમના હાલ પર છોડી દીધી. આવા પાપ કરનારને ભગવાન મલ્લિકાર્જુન માફ કરશે તે ગરીબ ખેડૂત ભાઇ બહેનો માફ કરશે નહી. 

  • Follow us on: