• PM મોદી પાસે હાલમાં 3 કરોડ રૂપિયાથી વધુની સંપત્તિ છે
  • PM મોદીના સ્ટેટ બેંકની ગાંધીનગર શાખામાં 73,304 રૂપિયા છે
  • વડાપ્રધાન નરેન્દ્ર મોદી પાસે પોતાનું કોઈ ઘર કે કાર નથી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકસભા ચૂંટણી માટે ભારતીય જનતા પાર્ટી (BJP)ના ઉમેદવાર તરીકે મંગળવારે વારાણસીથી ઉમેદવારી પત્ર ભર્યું છે. આ સમયગાળા દરમિયાન દાખલ કરવામાં આવેલા સોગંદનામામાં તેમણે પોતાની સંપત્તિની સંપૂર્ણ વિગતો આપી હતી. PM મોદી પાસે હાલમાં 3 કરોડ રૂપિયાથી વધુની સંપત્તિ છે.

PM મોદી પાસે પોતાનું કોઈ ઘર કે કાર નથી

વડાપ્રધાન નરેન્દ્ર મોદી પાસે પોતાનું કોઈ ઘર નથી. તેમની પાસે કોઈ કાર પણ નથી. PM પાસે કુલ 52,920 રૂપિયાની રોકડ છે. જ્યારે સ્ટેટ બેંકની ગાંધીનગર શાખામાં 73,304 રૂપિયા છે જ્યારે SBIની વારાણસી શાખામાં માત્ર 7000 હજાર રૂપિયા છે. PM મોદીની સ્ટેટ બેંકમાં 2,85,60,338 કરોડ રૂપિયાની FD પણ છે.


છેલ્લા 5 વર્ષમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આવક

PM મોદીએ તેમની છેલ્લા 5 વર્ષની આવકની વિગતો પણ આપી છે. 2018-19માં તેમની આવક 11,14,230 રૂપિયા, 2019-20માં 17,20,760 રૂપિયા, 2020-21માં 17,07,930 રૂપિયા, 2021-22માં રૂપિયા 15,41,870 અને 2022-23માં પ્રધાનમંત્રીએ 23,56,080 રૂપિયાની કમાણી કરી હતી.

PM મોદીની શૈક્ષણિક લાયકાત

શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 1967માં ગુજરાત બોર્ડમાંથી SSC કર્યું હતું. 1978માં તેમણે દિલ્હી યુનિવર્સિટીમાંથી બેચલર ઓફ આર્ટસની ડિગ્રી લીધી હતી. તો 1983માં PM મોદીએ ગુજરાત યુનિવર્સિટીમાંથી માસ્ટર ઓફ આર્ટ્સની ડિગ્રી મેળવી હતી.

  • Follow us on: