જમ્મુ કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકી હુમલા બાદ ભારત જડબાતોડ જવાબ આપી રહ્યુ છે. હાલ યુદ્ધ વિરામની જાહેરાત કરવામાં આવી છે પરંતુ સેનાના જવાનો જમ્મુ કાશ્મીરમાં પાકની નાપાક હરકતોનો બરાબરનો જવાબ આપી રહ્યા છે. હાલમાં પણ સર્ચ ઓપરેશન ચાલુ છે. જવાનો સતર્ક છે. ગઇકાલે ભારતીય સેનાની પ્રેસ કોન્ફરન્સ યોજાઇ હતી તેમાં પણ તેમણે જણાવ્યુ કે જવાનો એલર્ટ છે. તે બધા વચ્ચે હવે પીએમ મોદી જવાનોનો જુસ્સો વધારવા આદમપુર એરબેઝ પહોંચ્યા હતા.


[[$googlead]]

જવાનોનો વધાર્યો જુસ્સો 

મળતી માહિતી મુજબ પીએમ મોદી આજે સવારે આદમપુર એરબેઝ પહોંચ્યા હતા. પીએમંના આ પ્રવાસને લઇને કોઇ પણ સમાચાર ન હતા. પીએમ મોદીએ આવા સમયે પણ જવાનો સાથે જોવા મળતા સૌને ચોંકાવી દીધા છે. પીએમ મોદી સેનાના જવાનોને મળ્યા તેની તસવીરો સામે આવી છે. જેમાં પીએમ મોદી એરબેઝ પર જોવા મળી રહ્યા છે. બીજી તસવીરમાં તેઓ જવાનો સાથે વાતચીત કરી રહ્યા છે જ્યારે ત્રીજી તસવીરમાં સેનાના જવાનોનો જુસ્સો વધારતા જોવા મળી રહ્યા છે. 

[[$alsoread]]

પીએમ મોદીની આદમપુર એરબેઝની મુલાકાત ખૂબ જ ખાસ માનવામાં આવે છે કારણ કે પાકિસ્તાને આ એરબેઝ પર દાવો કર્યો હતો કે તેણે તો ફૂંકી જ દીધી છે. રાષ્ટ્રને સંબોધન કર્યા પછી, પીએમ મોદી આ સ્થળે પહોંચ્યા અને સેનાના સૈનિકો સાથે મુલાકાત કરી. આ સમય દરમિયાન, તેમણે સૈનિકો સાથે ફોટા પણ પડાવ્યા.

ખૂબ ખાસ અનુભવ હતો- પીએમ મોદી 

પીએમ મોદીએ સેનાના જવાનો સાથે મળીને પોતાની લાગણી વ્યક્ત કરતા ટ્વિટ કર્યુ હતું કે  આજે સવારે, હું AFS આદમપુર ગયો અને આપણા બહાદુર વાયુસેના યોદ્ધાઓ અને સૈનિકોને મળ્યો. હિંમત, દૃઢનિશ્ચય અને નિર્ભયતાનું પ્રતીક એવા લોકો સાથે રહેવું ખૂબ જ ખાસ અનુભવ હતો. ભારત આપણા સશસ્ત્ર દળોનો આપણા રાષ્ટ્ર માટે જે કંઈ કરે છે તેના માટે હંમેશા આભારી રહેશે.

જવાનો સાથે શું કરી વાતચીત ? 

પીએમ મોદીએ દેશના જવાનો સાથે ભારતીય સેના તરફથી શરૂ કરેલા ઓપરેશન સિંદૂરને લઇને ચર્ચા કરી. 6 મેની રાત અને 7મેના રોજ સવારે શરૂ કરાયેલા આ ઓપરેશનને લઇને ચર્ચા કરી અને જવાનોની સ્થિતિ શું હતી તે દરમિયાન તે અંગે જવાનો પાસેથી જાણકારી મેળવી. 

  • Follow us on: