• પટના સાહિબ ગુરુદ્વારામાં ટેકવ્યુ માથુ
  • પીએમ મોદીએ ગુરુદ્વારામાં લંગરને ભોજન પીરસ્યુ
  • હરમંદિર સાહિબમાં કરી સેવા

પીએમ મોદી હાલ પટના સાહિબ પહોંચ્યા છે. પીએમ મોદીએ ગુરુદ્વારામાં માથુ ટેકવ્યુ હતું. આ દરમિયાન પીએમ મોદીએ અસ્સલ શીખ લુકમાં જોવા મળ્યા હતા. ભગવા રંગની પાઘડીમાં સજ્જ થઇને પીએમ મોદી પટના સાહિબ ગુરુદ્વારા પહોંચ્યા હતા.

[[$googlead]]


[[$alsoread]]

PM મોદીએ લંગરમાં આપી સેવા

પીએમ મોદી લંગરમાં સેવા આપતા પણ જોવા મળ્યા હતા. જેના દ્રશ્યો સામે આવ્યા છે. પીએમ મોદીએ ભોજનશાળામાં રોટલી વણતા જોવા મળ્યા હતા. આ ઉપરાંત તેમણે લંગરને ભોજન પણ પીરસ્યુ હતું. 

બિહારમાં કરશે 3 રેલી

મહત્વનું છે કે પીએમ મોદીની આજે બિહારમાં 3 જનસભા રેલી છે. હાજીપુર, મુઝફ્ફરપુર અને સારણ એમ ત્રણ બેઠકો પર રેલી કરવાના છે. ત્યારે આ ત્રણેય બેઠક પર રેલી કરે તે પહેલા પીએમ મોદીએ પટના સાહિબ ગુરુદ્વારા પહોંચ્યા હતા.


  • Follow us on: