• પીએમ મોદીની ત્રીજી ટર્મમાં તેમની કાર્યશૈલીમાં બદલાવ!
  • આ વખતે સત્તાની ચાવી નીતિશ અને નાયડુના હાથમાં
  • સાંસદ ભર્તૃહરિ મહતાબને પ્રોટેમ સ્પીકર તરીકે નિયુક્ત

જ્યારથી લોકસભાની ચૂંટણીના પરિણામો જાહેર થયા છે ત્યારથી જ એવી અટકળો જોવા મળી રહી છે કે આ વખતે પીએમ મોદીની ત્રીજી ટર્મમાં તેમની કાર્યશૈલી બદલાઈ શકે છે. આ અગાઉ પીએમ મોદીએ તેમના બે કાર્યકાળમાં જેમ નિર્ભય અને સ્પષ્ટ નિર્ણયો લઈને પીએમ મોદીએ સરકારની મજબૂત છબી ઊભી કરી હતી. પરંતુ આ વખતે તો સત્તાની ચાવી નીતિશ અને નાયડુ પાસે છે. પીએમ મોદીએ અત્યાર સુધીમાં તમામ દાવાઓ અને અહેવાલોને અવગણીને સતત ત્રીજી વખત સરકાર બનાવી છે.

વિપક્ષ સ્પીકર પદને લઈને નિવેદનબાજી

ત્યારે હવે વિપક્ષ સ્પીકર પદને લઈને સતત નિવેદનબાજી કરી રહ્યું હતું. એવી માંગ કરવામાં આવી રહી હતી કે જો સરકાર ડેપ્યુટી સ્પીકરનું પદ વિપક્ષને સોંપશે તો અમે સર્વસંમતિથી એનડીએના ઉમેદવારને સ્પીકર પદ માટે પસંદ કરીશું. પરંતુ વિપક્ષનો આરોપ છે કે ડેપ્યુટી સ્પીકરનું પદ પણ સરકાર કબજે કરશે. જો કે આ મામલે રાજનાથ સિંહે સ્પષ્ટતા કરી હતી કે વિપક્ષ પહેલા ડેપ્યુટી સ્પીકર અંગે નિર્ણય લેવા માંગતો હતો જે અમને સ્વીકાર્ય નથી.

પ્રોટેમ સ્પીકરની નિમણૂક વરિષ્ઠતાના આધારે

પ્રોટેમ સ્પીકર સાંસદોના શપથ લેવા અને જરૂરી લાયકાત પુરી કરવા માટે નિયુક્ત કરવામાં આવે છે. વિપક્ષે કહ્યું કે પ્રોટેમ સ્પીકરની નિમણૂક વરિષ્ઠતાના આધારે કરવામાં આવે છે. પરંતુ મોદી સરકારે કોઈનું સાંભળ્યું નહીં અને ઓરિસ્સાના સાતમી વખત સાંસદ ભર્તૃહરિ મહતાબને પ્રોટેમ સ્પીકર તરીકે નિયુક્ત કર્યા.

વિપક્ષના બંધારણ બચાવો ના નારાને ફગાવ્યો

આટલું જ નહીં પણ ઓમ બિરલા સ્પીકર તરીકે ચૂંટાયા બાદ તેમણે પોતાના સંબોધનમાં ઈમરજન્સીનો ઉલ્લેખ કરીને વિપક્ષના બંધારણ બચાવો ના નારાને ફગાવ્યો હતો. આ મુદ્દો ઉઠાવીને ભાજપે કટોકટીનો કાળો અધ્યાય દેશની જનતાની સામે લાવીને કોંગ્રેસના ઘા પર મીઠું છાંટ્યું છે. 

  • Follow us on: