• એક બ્રિટિશ સમાચાર પત્રમાં કરવામાં આવી ભવિષ્યવાણી
  • પીએમ મોદી લોકસભામાં જીત મેળવશે તેવો કર્યો દાવો
  • 2024માં બીજેપીની હેટ્રિક જોવા મળશે હોવાનો લેખમાં ઉલ્લેખ

હવે 2024માં લોકસભાની ચૂંટણી આવી રહી છે. ત્યારે પીએમ મોદીને લઇને એક બ્રિટિશ સમાચાર પત્રએ પીએમ મોદીના ત્રીજા કાર્યકાળની ભવિષ્ય વાણી કરી દીધી છે.

પીએમ મોદી ત્રીજી વખત આવશે સત્તા પર ?

[[$googlead]]

યુકે સ્થિત એક સમાચાર પત્રની કોલમમાં જણાવવામાં આવ્યું છે કે આગામી લોકસભાની ચૂંટણીમાં પીએમ મોદી અને ભાજપ માટે સતત ત્રીજો કાર્યકાળ અવશ્ય બનશે તેમ લાગી રહ્યું છે. તેમાં વધુમાં જણાવ્યું છે કે ત્રણ રાજ્યોની વિધાનસભાની ચૂંટણીમાં જીતની હેટ્રિક સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જબરદસ્ત લોકપ્રિયતા અને અયોધ્યામાં રામ મંદિરના ઉદ્ઘાટન જેવા ભાવનાત્મક મુદ્દાઓએ ભાજપને ત્રીજી વખત કાર્યકાળ મેળવવા માટે સુનિશ્ચિત બનાવી દીધો છે.

[[$alsoread]]

ભાજપની જીત નક્કી ?

લેખમાં જણાવ્યા મુજબ ભારતના વર્તમાન રાજકીય પરિદ્રશ્ય અને રાજકીય વિશ્લેષકો વચ્ચે એક પ્રકારની સહમતિ છે કે પીએમ મોદી અને ભાજપની જીત નિશ્ચિત છે. લેખમાં મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને રાજસ્થાનમાં ભાજપની જંગી જીતનો ઉલ્લેખ જોવા મળ્યો હતો.

હેટ્રિક 2024માં જીતની ખાતરી આપે છે'

લેખમાં કહેવામાં આવ્યું છે કે ત્રણ રાજ્યોમાં જીત પછી, પીએમ મોદીએ પોતે એવી ભવિષ્યવાણી કરતા ખચકાયા ન હતા કે હેટ-ટ્રિકે 2024માં જીતની ગેરંટી આપી છે. લેખમાં કહ્યું છે કે એક રાજકીય રૂપથી મજબૂત વ્યક્તિના રૂપમાં પીએમ મોદીની લોકપ્રિયતા, ભાજપનું હિન્દુ રાષ્ટ્રવાદી એજન્ડાસતત દેશને વિશાળા હિંદુ બહુસંખ્યકોને આકર્ષિત કરી રહ્યું છે.


  • Follow us on: