• નશાની હાલતમાં ધમકી આપી હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યુ
  • કોર્ટ પરિસર બહાર મોટી સંખ્યામાં પોલીસ તૈનાત કરાઈ
  • ત્રણેય આરોપીઓ ભાઈઓ છે

ઉતર પ્રદેશના સંભલ જીલ્લામાં આવેલી કોર્ટને ઉડાવી દેવાની ધમકી આપવાના કેસમાં મંગળવારે પોલીસે ત્રણ આરોપી ભાઈઓની ધરપકડ કરી છે. આ ધમકી બાદ કોર્ટ પરિસરની આસપાસ ભારે પોલીસ બળ તૈનાત કરવામાં આવ્યું છે.

પોલીસ સુપ્રિટેન્ડેન્ટ ચાક્રેશ મિશ્રાએ જણાવ્યું કે સોમવારે રાત્રે PAC જવાનને સંભલ જીલ્લા કોર્ટને ઉડાવી દેવાની ધમકીવાળો ફોન આવ્યો હતો. પોલીસે આ મામલમાં અલીગઢમાં રહેતા અને મજૂરી કામ કરતા ત્રણ આરોપી ભાઈઓની ધરપકડ કરી છે. પોલીસે આરોપીઓની ઓળખ – રોહતાસ, નૌરંગી અને રવિ તરીકે કરી હતી. જ્યારે આરોપીઓએ ધમકી આપી ત્યારે તેઓ નશાની હાલતમાં હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. ત્રણ આરોપીઓને રાત્રે દારૂ પીધા બાદ ફોન કોલ કરવાની ટેવ હતી.

પોલીસે ત્રણેય આરોપીઓ સામે ગુનો દાખલ કરી તેમની ધરપકડ કરી હતી. હાલ આ ત્રણેય આરોપીઓ જેલમાં બંધ છે. પોલીસ આ મામલે હજી વધું તપાસ કરી રહી છે.


  • Follow us on: