પૂણે પોલીસ ઝોન-ટુના ડેપ્યુટી કમિશનર આનંદ ભોઈટેએ જણાવ્યું કે પૂણેની એક હોટેલમાંથી શેરબ્રોકર વિનય નાયકનું અપહરણ કરવા બદલ પોલીસ કોન્સ્ટેબલ દિલીપ તુકારામ ખંડારે, સુનીલ રામ શિંદે, વસંત શ્યામ ચૌહાણ, ફ્રાન્સિસ ટિમોથી ડિસોઝા, મહેન્દ્ર શિર્કે, પ્રદીપ કાશીનાથ કાટે, સંજય ઉર્ફે નિકી રાજેશ બંસલ અને શિરીષ ચંદ્રકાન્ત ખોતની ધરપકડ કરવામાં આવી છે.
પિંપરી ચિંચવાડના પોલીસ કમિશનર કૃષ્ણ પ્રકાશે આરોપીઓની ઊલટતપાસ કરતા તેમણે કબૂલ કર્યું કે આ ગુનાનો માસ્ટરમાઈન્ડ કોન્સ્ટેબલ દિલીપ તુકારામ ખંડારે છે. તેણે બધા આરોપીઓને કહ્યું હતું કે શેરબ્રોકર પાસે 300 કરોડના બિટકોઈન હતા.










