• કોંગ્રેસ મુસ્લિમ-ક્રિશ્ચિયન સમુદાયને અનામત આપવા માંગે છે

  • કોંગ્રેસ કાર્યકાળમા ડાલમિયા, બિરલા અને ટાટા જેવા વ્યાપારી સમૂહોનો પક્ષ લેવાયો હતો
  • રાહુલ બજેટને લઇને અરાજકતા ફેલાવી રહ્યા છે : નિશિકાંત દૂબે

ભારતીય જનતા પાર્ટીના સાંસદ નિશિકાંત દૂબેએ મંગળવારે લોકસભામાં કોંગ્રેસ પર આરોપ મુકતા જણાવ્યું હતું કે કોંગ્રેસ દેશને બદનામ કરવા માંગે છે. તેઓ ઇચ્છે છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને દેશની વિરુદ્ધ માહોલ ઊભો થાય.

ભાજપ સાંસદે કોંગ્રેસની ટીકા કરતાં જણાવ્યું હતું કે તેમણે પોતાના કાર્યકાળ દરમિયાન ડીબીટી એટલે કે ડાલમિયા, બિરલા અને ટાટા જેવા કેટલાક વ્યાપારી સમૂહોનો પક્ષ લીધો હતો. દૂબેએ આ ટિપ્પણી વિપક્ષના આરોપોના જવાબમાં કરી હતી કે જેમાં વર્તમાન સરકાર અબજોપતિઓ ગૌતમ અદાણી અને મુકેશ અંબાણીનું નેતૃત્વ ધરાવતી કંપનીઓનું સમર્થન કરે છે તેવો આરોપ કર્યો હતો.

જે ભ્રષ્ટાચારી હશે તે જેલ જશે : દૂબે

દૂબેએ લોકસભામાં નાણા બીલ પરની ચર્ચામાં ભાગ લેતાં જણાવ્યું હતું કે કોંગ્રેસના સમયમાં મની લોન્ડરિંગ વિરોધી કાનૂન તથા ઇન્કમ ટેક્સ સાથે જોડાયેલાં કાયદાને કડક કરવામાં આવ્યા હતાં જેને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકારમાં ઇમાનદારીથી લાગુ કરાઇ રહ્યા છે. તેમણે ઉમેર્યું હતું કે જે ભ્રષ્ટાચારી હશે તે જેલ જશે. દૂબેએ કેટલાક રાજકારણીઓના વ્યવહારમાં સ્પષ્ટ વિરોધાભાસ તરફ પણ ઇશારો કર્યો હતો. તેમણે ઉલ્લેખ કર્યો હતો કે અડાણી અને અંબાણીની ટીકા કરનારાઓ અનંત અંબાણીના લગ્નમાં હાજર હતાં પણ હવે સંસદમાં તેમના વિરોધમાં છે કે જ્યાં ઉદ્યોગપતિ તેમનો બચાવ કરી શકતાં નથી.

રાહુલ બજેટને લઇને અરાજકતા ફેલાવી રહ્યા છે

નિશિકાંત દૂબેએ રાહુલ પર પ્રહાર કરતાં કહ્યું કે તેઓ અરાજકતા ફેલાવી રહ્યા છે અને તેઓ વિપક્ષના નેતા તરીકે એ પદની કેવી હાલત કરી રહ્યા છે કે જેના પર બાબુ જગજીવન રામ, વાજપેઇ, વાઇવી ચવાણ અને શરદ પવાર જેવા લોકો બિરાજતાં હતાં.

  • Follow us on: