• સંસદમાં સ્થાપિત સેંગોલને લઈને રાજકારણ ગરમાયું
  • એસપીના આર.કે ચૌધરીએ કરી હતી માગ
  • બીજેપી સહિત દિગ્ગજોએ આ માગ ગણાવી દુર્ભાગ્યપૂર્ણ

લોકસભા ચૂંટણી 2024 બાદ સંસદનું પ્રથમ સત્ર ચાલી રહ્યું છે. નવા ચૂંટાયેલા લોકસભા સભ્યોના શપથ ગ્રહણ અને અધ્યક્ષની ચૂંટણી બાદ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ બંને ગૃહોના સંયુક્ત સત્રને સંબોધિત કરી રહ્યા છે. આ બધા વચ્ચે સંસદમાં સ્થાપિત સેંગોલને લઈને રાજકારણ ગરમાયું છે. વિપક્ષી દળોએ સંસદ ભવનમાં સ્પીકરની સીટ પાસે લગાવેલા સેંગોલને હટાવવાની માંગણી શરૂ કરી દીધી છે. સમાજવાદી પાર્ટી (SP) એ સેંગોલને રાજાશાહીનું પ્રતીક ગણાવ્યું છે અને તેને હટાવીને તેની જગ્યાએ બંધારણ સ્થાપિત કરવાની માંગ કરી છે.

સેંગોલ હટાવીને સંવિધાન મૂકો- આર. કે ચૌધરી

[[$googlead]]

સમાજવાદી પાર્ટીના સભ્ય આર કે ચૌધરીએ લોકસભામાંથી "સેંગોલ" ને હટાવવાની માંગ કરી છે. તેને લોકશાહી ભારતમાં રાજાશાહીનું અનાક્રોનિક પ્રતીક ગણાવ્યું. તેમણે કહ્યું કે સેંગોલની જગ્યાએ બંધારણની પ્રતિકૃતિ લગાવવી જોઈએ. ત્યારે આ મામલે હવે રાજનીતિ ગરમાઇ છે. આ મામલે બીજેપી સહિત અન્ય પાર્ટીઓનું શું કહેવુ છે આવો જાણીએ.

[[$alsoread]]

પીએમ મોદીએ જે કર્યુ તે બરાબર છે- જીતનરામ માંઝી

સેંગોલ પર એસપી સાંસદ આરકે ચૌધરીની ટિપ્પણી પર કેન્દ્રીય મંત્રી જીતન રામ માંઝી કહ્યું તે પીએમ મોદીએ જે કર્યુ છે તે યોગ્ય છે. સેંગોલ ત્યાં જ રહેવું જોઈએ.

તેઓ ભગવાન રામને પણ બદલવા માંગે છે- રવિકિશન

સેંગોલ પર એસપી સાંસદ આરકે ચૌધરીની ટિપ્પણી પર, બીજેપી સાંસદ રવિ કિશને કહ્યં કે તેઓ ભગવાન રામને પણ બદલવા માંગે છે, બીજા દિવસે તેઓએ તેમના સાંસદની ભગવાન રામ સાથે સરખામણી કરી.

વિકાસના કામ કરવા આવ્યા છો રાજનીતિ નહી- ચિરાગ પાસવાન

આ અંગે એલજેપી લીડર ચિરાગ પાસવાને કહ્યું કે તમારા વિસ્તારના લોકોએ તમને વિકાસના કામો માટે પસંદ કર્યા છે કે અહીં આવીને આવી વિવાદાસ્પદ રાજનીતિ કરવી એ મારી સમજની બહાર છે. આટલા દાયકાઓથી જે રીતે આવા પ્રતીકોને ખોટા પ્રકાશમાં બતાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે, આજે જ્યારે તેઓ અમારા વડા પ્રધાન દ્વારા યોગ્ય સન્માન આપવામાં આવે છે, તમે આ બધી બાબતોથી નારાજ કેમ છો?

દુર્ભાગ્યપૂર્ણ બાબત છે- શહેઝાદ પૂનાવાલા

સપાના સાંસદ આરકે ચૌધરીની સેંગોલ પરની ટિપ્પણી પર ભાજપના પ્રવક્તા શહેઝાદ પૂનાવાલાએ કહ્યું કે આ ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ છે કે સમાજવાદી પાર્ટીના સાંસદો કહે છે કે સેંગોલ રાજાશાહીનું પ્રતિક છે અને તેથી તેને સંસદમાંથી હટાવી દેવી જોઈએ. મને કહો કે જો તે રાજાશાહીનું પ્રતીક હતું તો પ્રથમ વડાપ્રધાન નહેરુએ શા માટે સ્વીકાર્યું, શું તેઓ તે પ્રતીક અને રાજાશાહીને સ્વીકારતા હતા તેવા સવાલો ઉઠાવ્યા હતા.


  • Follow us on: