- દેશના સૌથી દૂષિત 25 શહેરોની યાદી જાહેર કરવામાં આવી
- દિલ્હી દેશના સૌથી દૂષિત શહેરમાં 22માં નંબરે આવ્યું
- દેશના 10 સૌથી વધુ પ્રદૂષિત શહેરોમાં ત્રણ બિહારના સમાવેશ
દેશમાં પ્રદૂષણ અને અન્ય બાબતોની તપાસ અને વિશ્લેષણ કરતી કેન્દ્રીય સંસ્થા એટલે કે સેન્ટર ફૉર રિસર્ચ ઓન એનર્જી એન્ડ ક્લિન એના નવીન રિપોર્ટમાં મેઘાલય, આસામ બોર્ડર પર આવેલું બર્નિહાટ ત્રીજા મહિને દેશનું સૌથી વધુ પ્રદૂષિત શહેરનું કેન્દ્ર બન્યું છે. આ શહેરમાં ડબલ્યુએચઓ અને અન્ય માપદંડ કરતાં વધુ પ્રદૂષણ જોવા મળ્યું હતું.
આ એનાલિસિસ પ્રમાણે બર્નિહાટમાં પીએમ 2.5 નોંધાયું હતું. એપ્રિલના એક મહિનામાં 138 માઈક્રોગ્રામ પ્રતિ ઘન મીટર હતી. જે કેન્દ્રીય પ્રદૂષણ કંટ્રોલ બોર્ડના માપદંડથી આશરે અઢી ગણું અને ડબલ્યૂએસઓના દૈનિક દિશાનિર્દેશના સ્તર કરતાં નવ ગણું વધુ હતું.
દિલ્હી એપ્રિલમાં દેશનું 22મું સૌથી વધુ દૂષિત શહેર
દિલ્હી એપ્રિલમાં દેશનું 22મું સૌથી વધુ પ્રદૂષિત શહેર રહ્યું. રિપોર્ટથી મળેલી જાણકારી પ્રમાણે એપ્રિલ-2024માં ભારતના ટોચના દૂષિત શહેરમાં ત્રણ બિહારના, હરિયાણા અને બંગાળના બે-બે મળી અને ગુજરાત, આસામ અને ઓડિશનું એક શહેર સામેલ છે. દિલ્હીમાં વાયુની ક્વોલિટી કેન્દ્રીય પ્રદૂષણ કંટ્રોલ બોર્ડના માપદંડથી વધુ પ્રદૂષિત હતી.દેશની રાજધાનીના સૌથી વધુ શહેરોમાં ગુરુગ્રામ સૌથી વધુ દૂષિત હતું. જે દેશના પ્રદૂષિત શહેરોની યાદીમાં 118 માઈક્રોગ્રામ પ્રતિ ઘન મીટરની સાથે બીજું સૌથી વધુ પ્રદૂષિત શહેર જોવા મળ્યું હતું.
દેશના 25 સૌથી વધુ પ્રદૂષિત શહેરની યાદી
દિલ્હી અને ગુરુગ્રામની સાથે ફરીબાદ, વલ્લભગઢ, ભિવાડી, ચરખી દાદરી, ભિવાની, દેશના 25 સૌથી વધુ ગંદકી ધરાવતા નગરોની યાદીમાં સામેલ હતા.
દેશના ટોચના 10 સૌથી વધુ પ્રદૂષિત શહેરમાં પીએમ 2.5 નોંધાયું
એપ્રિલ-2024 માટે ભારતના ટોચના સૌથી વધુ દૂષિત શહેરોમાં પીએમ 2.5 સિવાય સૌથી વધુ પ્રદૂષિત શહેરોની યાદીમાં સામેલ બીજા શહેર ગુરુગ્રામ, મુઝફરનગર, પટણા 96 માઈક્રોગામ પ્રતિ ઘન મીટર, નંદેસરી 93 માઈક્રોગ્રામ પ્રતિ ઘનમીટર આસનોલ 92 માઈક્રોગ્રામ પ્રતિ ઘનમીટર, ફરીદાબાદ, છપરામાં 90 માઈક્રોગ્રામ પ્રતિ ઘનમીટર નોંધાયું હતું.