- સમાજવાદી પાર્ટીના કાર્યાલય બહાર લાગ્યા અખિલેશના પોસ્ટર્સ
- પોસ્ટર્સમાં અખિલેશને ગણવાયા દેશના ભાવિ વડાપ્રધાન
- સપનું જોવું ખરાબ નથી તેના માટે કામ કરવું પડે: રાજભર
લખનઉમાં સમાજવાદી પાર્ટીના કાર્યાલય આગળ લગાવવામાં આવેલા પોસ્ટર્સને લઈને ખાસ્સી ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. સમાજવાદી પાર્ટીએ પોતાના કાર્યાલય બહાર લગાવેલ પોસ્ટર્સમાં પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવને વડાપ્રધાન પદ માટેના ઉમેદવાર ગણાવ્યા છે. પોસ્ટર્સના ફોટા જાહેર થયા બાદ ઉત્તર પ્રદેશના રાજકીય વર્તુળોમાં ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે.
લખનઉમાં સમાજવાદી પાર્ટીની ઓફિસની બહાર સપા પ્રમુખ અખિલેશ યાદવના હોર્ડિંગ્સ અને પોસ્ટર લગાવવામાં આવ્યા છે. જેમાં અખિલેશ યાદવને દેશના ભાવિ વડાપ્રધાન ગણાવ્યા છે. આ સંદર્ભમાં, સુભાસપા (સુહેલદેવ ભારતીય સમાજ પાર્ટી)ના વડા ઓમ પ્રકાશ રાજભરે જણાવ્યું હતું કે “સ્વપ્ન જોવું એ ખરાબ બાબત નથી પરંતુ સ્વપ્ન માટે કામ કરવું મહત્વપૂર્ણ છે. અખિલેશ માત્ર યુપીમાં લડીને વડાપ્રધાન ન બની શકે.









