જુના જમાનામાં મેળામાં ગુમ થઈ જવાની વાત સામાન્ય હતી. ઘરેથી નીકળતાં પહેલાં દાદા-દાદી એમ જ કહેતાં કે મેળામાં ખોવાઈ ના જતાં. બોલિવૂડની જૂની ફિલ્મોમાં પણ બાળકોનેમાતા-પિતાથી કે ભાઈઓને એકબીજાથી છૂટા પાડવા માટે કુંભના મેળાની વાર્તા ઘડવામાં આવતી હતી.


પણ ટેક્નોલોજીના આ નવા યુગમાં આ ભય હવે સતાવવાનો નથી. આગામી વર્ષે પ્રયાગરાજમાં મહાકુંભ મેળો લાગવાનો છે અને તેને ધ્યાનમા રાખતાં ઉત્તરપ્રદેશની યોગી સરકાર લોસ્ટ-ફાઉન્ડ સિસ્ટમ શરૂ કરવાની તૈયારીમાં છે. આ સિસ્ટમને પરિણામે આગામી કુંભમાં કોઈપણ વ્યક્તિ ગુમ થશે તો મિનિટોમાં જ તેના પરિવારને મળી જશે. યોગી સરકારે મહાકુંભમાં લોકોના જુદા થવાનું અને વર્ષો પછી મળવાની ફિલ્મી ધારણાને તોડવાની તૈયારી કરી લીધી છે. આ સિસ્ટમ હેઠળ જો કોઈ વ્યક્તિ કુંભ મેળામાં પોતાના પરિવારથી છૂટો પડી જશે તો તેનું એક સુરક્ષિત, વ્યવસ્થિત અને જવાબદારી સાથે તેની કાળજી લેવામાં આવશે. રાજ્ય સરકાર દ્વારા બુધવારે બહાર પાડવામાં આવેલા એક નિવેદન અનુસાર પ્રયાગરાજ ફેર ઓથોરિટી અને પોલીસ વિભાગે સાથે મળીને આગામી કુંભમેળામાં હાઇ-ટેક્નોલોજી લોસ્ટ-ફાઉન્ડ રજિસ્ટ્રેશન સિસ્ટમ લાગુ કરવાની તૈયારી કરી લીધી છે.

આ નવી સિસ્ટમ કેવી રીતે કામ કરશે?

અહેવાલો અનુસાર હવે આ હાઇ-ટેક લોસ્ટ-ફાઉન્ડ કેન્દ્રોમાં ગુમ થયેલાં વ્યક્તિનું ડિજિટલ રજિસ્ટ્રેશન થશે જેથી પરિવાર કે તેના મિત્રો તેને આસાનીથી શોધી શકે. આ ઉપરાંત સાથોસાથ તમામ લાપતા વ્યક્તિઓ માટે કેન્દ્રો પરથી જાહેરાત કરવામાં આવશે તથા નોંધણી કરવામાં આવેલા વ્યક્તિની ડિજિટલ ઇન્ફોર્મેશન તરત જ અન્ય કેન્દ્રો ઉપરાંત ફેસબુક અને એક્સ જેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પણ મૂકી દેવામાં આવશે.


  • Follow us on: