યુપીના પ્રયાગરાજમાં મહાકુંભમાં દેશ-વિદેશથી લોકો આધ્યાત્મીકની ડૂબકી લગાવવા ગંગા તટે આવે છે. તેવામાં પ્રયાગરાજમાં ગુજરાતની સાધ્વી સાધ્વી ગીતા હરી પ્રથમ મહિલા મહામંડલેશ્વર બન્યા છે. પંચાયતી નિર્મલ અખાડાના પ્રથમ મહિલા મહામંડલેશ્વર બન્યા બાદ સાધ્વી ગીતા હરીએ ખુશી વ્યક્ત કરી હતી.
સાધ્વી ગીતા હરીએ મહામંડલેશ્વર બનતા ખુશી વ્યક્ત કરતા કહ્યું હતું કે, મહામંડલેશ્વર નિર્મલ અખાડાની પ્રથમ મહિલા બની. મને આ સન્માન મળ્યું હોવાથી હું ખૂબ જ ઉત્સાહિત છું, આ નિર્મલ અખાડાએ મને શ્રી પંચાયત નિર્મલ અખાડા દ્વારા આ મહામંડલેશ્વરનું પદ આપ્યું છે. કારણ કે આ અખાડામાં પહેલાં કોઈ મહામંડલેશ્વર મહિલા સંત નહોતા, તેથી આજે હું ખૂબ જ ખુશ છું. મારા ગુરુજી જગતગુરુ અવિચલ દેવચાર્યજી મહારાજની કૃપા અને અખાડાના મહંત જ્ઞાનદેવસિંહજી મહારાજના આશીર્વાદથી, આ બધું શક્ય બન્યું છે. તો અહીં બંનેને મારા વંદન. સાહેબ અહીં બેઠા છે, તેમના ચરણોમાં મારા પ્રણામ...
વધુમાં સાધ્વી ગીતા હરીએ જણાવ્યું હતું કે, મહાકુંભનો આ યોગ સંયોગ 140 વર્ષ પછી બન્યો છે. અને આમાં પણ, યોગીજીએ આટલું મોટું કામ કર્યું છે. જુઓ કેટલા કરોડ ભક્તો અહીં આવી રહ્યા છે, તેમાંનો એક મહામંડલેશ્વર પટ્ટાભિષેક 26 જાન્યુઆરીમાં થયો હતો. આ મારા માટે એક યાદગાર અને ઐતિહાસિક પ્રસંગ છે. તેથી હું આજે જે માનવસેવા કરતી હતી તે ક્યારેય ભૂલીશ નહીં અને કાલે પણ સેવા કરતી રહીશ. માતા, પટ્ટાભિષેકની પ્રક્રિયા શું છે અને મહામંડલેશ્વર બન્યા પછી, ભૂમિકા ઘણી બદલાઈ જશે, તેથી મને અખાડામાંથી જે પણ આદેશ મળશે તે પ્રમાણે દેશના હિત સાથે માનવ કલ્યાણ માટે કાર્ય કરીશ.









