• પશ્ચિમ બંગાળમાં પીએમ મોદીની ત્રીજી જનસભા
  • પીએમ મોદીએ બિષ્ણુપુરમાં સભા સંબોધી
  • મમતા દીદી પર વરસ્યા પીએમ મોદી

લોકસભાની ચૂંટણીને લઇને પ્રચાર તેજ ગતિએ ચાલી રહ્યો છે. ત્યારે પીએમ મોદી આજે પશ્ચિમ બંગાળના પ્રવાસે છે. પીએમ મોદીએ અહીં 3 બેઠક પર જનસભા સંબોધી. તેઓએ બિષ્ણુપુરમાં ચૂંટણી સભા સંબોધન દરમિયાન વિરોધીઓને આડેહાથ લીધા હતા.

સૂપડા સાફ જોઇને ટીએમસી બોખલાઇ ગઇ- પીએમ મોદી

[[$googlead]]

પીએમ મોદીએ મમતા બેનર્જી પર આકરા પ્રહારો કરતા કહ્યું કે બંગાળમાં સૂપડા સાફ જોઇને ટીએમસી બોખલાઇ ગઈ છે. તેણે માનવતાની સેવા કરતા સનાતન સમાજને અપશબ્દો કહેવાનું શરૂ કરી દીધુ છે. સાથે જ જણાવ્યું કે અહીંના મુખ્ય પ્રધાન મુસ્લિમ કટ્ટરપંથીઓના દબાણ હેઠ મત મેળવવા માટે જાહેરમાં આપણા સંતો અને આપણી મહાન સંસ્થાઓનું અપમાન કરી રહ્યા છે. તેઓ બદનામ કરી રહ્યા છે. હિંદુઓ ભાગીરથીમાં ડૂબી જશે તેવું નિવેદન ટીએમસી દ્વારા સમજી વિચારીને આપવામાં આવ્યું હતું. વોટ બેંકના દબાણમાં ટીએમસી સતત સંતોનું અપમાન કરી રહી છે. પીએમ મોદીએ કહ્યું કે ટીએમસી બંગાળની પરંપરાનું અપમાન કરી રહી છે. આ લોકો મોદી વિરુદ્ધ વોટ જેહાદની અપીલ કરે છે. આ લોકો વારંવાર રામ મંદિરને અપશબ્દો કહી રહ્યા છે. પીએમ મોદીએ જનતાને સવાલ કર્યા કે શું તમે આવી પાર્ટીને સહન કરશો? શું બંગાળ ટીએમસીની તુષ્ટિકરણ નીતિને મતો સાથે જવાબ આપશે?

[[$alsoread]]

મમતા દીદી પર વરસ્યા પીએમ મોદી

પીએમ મોદીએ કહ્યું કે ટીએમસીને માત્ર પોતાની વોટ બેંકની ચિંતા છે. અહીં મોટી સંખ્યામાં શરણાર્થીઓ રહે છે. તેઓ ખુશ છે કે CAA હેઠળ 300 પરિવારોને નાગરિકતા મળી છે. બંગાળના શરણાર્થીઓને પણ ટૂંક સમયમાં નાગરિકતા મળવા લાગશે. એટલા માટે લોકો મોદીની ગેરંટી પર વિશ્વાસ કરે છે.પીએમ મોદીએ કહ્યું કે આજે બંગાળ સરકારની નિયતમાં ખોટ છે. તેમણે કહ્યું કે હું દિલ્હીથી મફત ચોખા મોકલુ છું જેથી ગરીબ પોતાના બાળકોને ભૂખ્યા ન સુવડાવે. પરંતુ ટીએમસી રાશનમાં પણ ગોટળો કરી રહી છે. મોદીએ પાકું મકાન બનાવવાની યોજના બનાવી છે. પરંતુ તેઓએ મોદી સરકારની યોજના ચોરી લીધી.

  • Follow us on: