• મધ્યપ્રદેશ વિધાનસભાની ચૂંટણીને લઇને પ્રચાર તેજ
  • પીએમ મોદીએ સિધિમાં સંબોધી રહ્યા છે સભા
  • કોંગ્રેસ પર કરી રહ્યા છે આકરા પ્રહાર

મધ્યપ્રદેશમાં વિધાનસભાની ચૂંટણીને લઇને પ્રચાર પ્રસાર તેજ થયો છે. એકબાદ એક દિગ્ગજો મધ્યપ્રદેશમાં ચૂંટણી રેલી સંબોધી રહ્યા છે. યુપી સીએમ યોગી આદિત્યનાથ પણ પ્રચાર મેદાનમાં ઉતર્યા છે. તેઓએ શાજાપુરમાં જાહેરસભા સંબોધીને કોંગ્રેસને આડેહાથ લીધી હતી. તો બીજી તરફ પીએમ મોદીએ મધ્યપ્રદેશના સિધિમાં જાહેર સભા સંબોધી રહ્યા છે.

મફત અનાજની યોજનાનો સમય વધાર્યો

[[$googlead]]

પીએમ મોદીએ સંબોધન કરતા જણાવ્યું કે મફત અનાજ આપવાની યોજના ડિસેમ્બર સુધી જ છે. પરંતુ જનતાની મનની વાત હું સારી રીતે જાણુ છું. જેથી તમારા આશીર્વાદથી મે નિર્ણય કર્યો છે કે મફત અનાજની યોજના આગામી પાંચ વર્ષ સુધી ચાલુ રાખવામાં આવશે..

[[$alsoread]]

કોંગ્રેસે જનતાને લૂંટી

તમારી સેવામાં 10 વર્ષ મન દઇને આપ્યા છે. જેમાં કૌભાંડો થતા બંધ થયા છે. ગરીબ અને મધ્યમ વર્ગને બચત થઇ છે તેમજ વધારે સુવિધાઓ મળી છે. પરંતુ કોંગ્રેસ કોલસા અને ટેલિકોમ કૌભાંડ કરીને કોંગ્રેસે દેશની જનતાને લૂંટી છે.


  • Follow us on: