- પીએમ મોદીનો પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પ્રચાર
- કૂચ બિહારમાં ભાજપનો પ્રચંડ પ્રચાર
- મમતા બેનર્જી પણ કરી રહ્યા છે પ્રચાર
લોકસભાની ચૂંટણીને લઇને ચૂંટણી પ્રચાર તેજ બન્યો છે. જનતા સમક્ષ દિગ્ગજો ચૂંટણી મેદાને ઉતર્યા છે. ત્યારે વાત કરીએ પીએમ મોદીની તો તેઓ આજે બિહાર બાદ તેઓ પશ્ચિમ બંગાળની મુલાકાતે પહોંચ્યા છે. કૂચ બિહારમાં પીએમ મોદી ચૂંટણી રેલી સંબોધી રહ્યા છે.
મમતા દીદીનો માન્યો આભાર
ચૂંટણી રેલી સંબોધન દરમિયાન પીએમ મોદીએ કહ્યું કે સૌથી પહેલા, હું બંગાળના મુખ્ય પ્રધાન મમતા દીદીનો આભાર વ્યક્ત કરવા માંગુ છું કારણ કે 2019 માં જ્યારે હું અહીં જાહેર સભા યોજવા આવ્યો ત્યારે આ મેદાનમાં વચ્ચોવચ સ્ટેજ બનાવીને મેદાન નાનુ કરી દીધુ હતું. ત્યારે મે કહ્યું હતું કે જનતા તમને જવાબ આપશે. પરંતુ આજે આવુ કંઇ કર્યુ નહી અને મેદાન ઓપન રાખ્યુ છે. આથી હું બંગાળ સરકારનો આભાર વ્યક્ત કરુ છું કે આ વખતે કોઇ અડચણ ઉભી ન કરી.
હું ભારતની જનતાનો સામાન્ય સેવક- પીએમ મોદી
તેમણે વધુમાં જણાવ્યું કે દેશમાં લોકોએ 6થી 7 દાયકા સુધી કોંગ્રેસનું જ શાસન જોયુ છે. પરંતુ છેલ્લા 10 વર્ષમાં પહેલીવાર પૂર્ણ બહુમત વાળી ભાજપ સરકારનું મોડલ જોયું. આજે દુનિયા કહે છે મોદી મજબૂત અને મોટા નિર્ણયો લેનાર નેતા છે. હું તો વિનમ્રતાથી એમ કહેવા માંગુ છું કે મોદીનો ભારતની જનતાનો સામાન્ય સેવક છે.
મારો પરિવાર ભારત છે- પીએમ મોદી
તેમણે વધુમાં જણાવ્યું કે છેલ્લા 10 વર્ષમાં જે વિકાસ થયો છે તે માત્ર એક ટ્રેલર છે. મારે હજી ઘણું કરવાનું છે, અત્યારે આપણે દેશને, પશ્ચિમ બંગાળને આગળ લઇ જવાનું છે. મારા વિરોધીઓ કહે છે કે મોદીનું કોઈ કુટુંબ નથી પણ મારા માટે મારું ભારત મારો પરિવાર છે.
સંદેશખાલીના ગુનેગારોને સજા મળશે-પીએમ મોદી
પીએમ મોદીએ કહ્યું કે પશ્ચિમ બંગાળના વિકાસ માટે અહીં ભાજપનું મજબૂત હોવું ખૂબ જ જરૂરી છે. અહીંની માતાઓ અને બહેનો પર થતા અત્યાચારને માત્ર ભાજપ જ રોકી શકે છે. આખા દેશે જોયું કે કેવી રીતે ટીએમસી સરકારે સંદેશખાલીના ગુનેગારોને બચાવવા માટે પોતાની તમામ તાકાત લગાવી દીધી.સંદેશખાલીની મહિલાઓ સાથે જે થયું તે ટીએમસીના અત્યાચારની પરાકાષ્ઠા હતી.ભાજપે સંદેશખાલીના ગુનેગારોને સજા કરાવીને જેલમાં ધકેલી દેવાનો સંકલ્પ કર્યો છે.









