•  વાયનાડ પેટાચૂંટણી માટે પ્રિયંકાગાંધી મેદાને
  • રાહુલગાંધીએ રાયબરેલીના સાંસદ રહેવાનું કર્યુ પસંદ
  • કોંગ્રેસના પૂર્વ નેતાએ આ અંગે આપ્યુ મહત્વનું નિવેદન

લાંબા સમય બાદ પ્રિયંકાગાંધી હવે ચૂંટણીમાં પોતોનુ લક અજમાવી રહ્યા છે. કોંગ્રેસે તેમને કેરળની વાયનાડ બેઠક પર પેટાચૂંટણી માટે મેદાને ઉતારવાનો નિર્ણય લીધો છે. પાર્ટીના આ નિર્ણયથી કાર્યકર્તાઓમાં ઉત્સાહની લાગણી જોવા મળી રહી છે. ત્યારે કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયેલા નેતા આચાર્ય પ્રમોદ કૃષ્ણમે આ અંગે ટિપ્પણી કરી છે.

પ્રિયંકા ગાંધીને કોંગ્રેસની કમાન સોંપવી જોઇએ

[[$googlead]]

કોંગ્રેસના પૂર્વ નેતા આચાર્ય પ્રમોદ કૃષ્ણમે કહ્યું કે પ્રિયંકા ગાંધી કોંગ્રેસનો સૌથી લોકપ્રિય ફેસ છે. તેમને કોંગ્રેસ અધ્યક્ષ બનાવા જોઈતા હતા. તેમણે કોંગ્રેસની કમાન સોંપવી જોઈતી હતી. મહત્વનું છે કે કોંગ્રેસ નેતા રાહુલગાંધીએ રાયબરેલી લોકસભા બેઠક પર જ સાંસદ રહેવાનુ નક્કી કર્યુ છે. તેઓ વાયનાડ લોકસભા બેઠક પરથી રાજીનામું આપશે. રાહુલ ગાંધી સતત બે વખત વાયનાડથી જીત્યા હતા. તેણે 2019માં પહેલીવાર વાયનાડથી સરળતાથી જીત મેળવી હતી. હવે અહીં યોજાનારી પેટાચૂંટણીમાં પ્રિયંકા ગાંધી પહેલીવાર ચૂંટણી લડશે.

[[$alsoread]]

કોંગ્રેસને હિંદુઓ પર વિશ્વાસ નથી - આચાર્ય

આ અંગે ટિપ્પણી કરતા પૂર્વ કોંગ્રેસના નેતા આચાર્ય કૃષ્ણમે જણાવ્યું કે પ્રિયંકા ગાંધીને પેટાચૂંટણીમાં લોકસભાની ટિકિટ આપીને તેમનું કદ વધુ ઘટાડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. તેમ છતાં હું તેમને નવી ઇનિંગની શરૂઆત માટે શુભેચ્છા પાઠવું છું. પરંતુ પ્રિયંકાને વાયનાડથી ચૂંટણી લડાવીને કોંગ્રેસે એક વાત સાબિત કરી દીધી છે કે કોંગ્રેસને હિંદુઓ પર વિશ્વાસ નથી. જો તેમને હિંદુઓમાં વિશ્વાસ હોત તો તેઓને બીજે ક્યાંકથી ચૂંટણી લડાવી હોત .

પ્રિયંકા 2019માં સક્રિય રાજકારણમાં આવી હતી

મહત્વનું છે કે પ્રિયંકા ગાંધી 2019માં સક્રિય રાજકારણમાં આવ્યા હતા. આ મહિનાની શરૂઆતમાં સમાપ્ત થયેલી લોકસભા ચૂંટણીમાં રાહુલે વાયનાડ અને રાયબરેલીથી ચૂંટણી લડી હતી. તેઓ બંને બેઠકો પરથી જીત્યા હતા. પરંતુ હવે તેઓ વાયનાડ સીટ છોડી રહ્યા છે. બીજી તરફ અમેઠી, રાયબરેલી અને વારાણસી સહિત અનેક સંસદીય બેઠકો પરથી ચૂંટણી લડવાની ચર્ચા બાદ પ્રિયંકા હવે કેરળના વાયનાડથી ચૂંટણીની રાજનીતિ શરૂ કરશે.

 કેરળ એક એવું રાજ્ય છે જ્યાં 2019ની જેમ 2024ની લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસે શાનદાર પ્રદર્શન કર્યું હતું પ્રિયંકા 2019 માં સક્રિય રાજકારણમાં જોડાઈ હતી અને જાન્યુઆરીમાં મહત્વપૂર્ણ પૂર્વ ઉત્તર પ્રદેશના પ્રભારી જનરલ સેક્રેટરી અને ત્યારબાદ સમગ્ર રાજ્યના પ્રભારી જનરલ સેક્રેટરી બનાવવામાં આવ્યા હતા.

  • Follow us on: