• સુપ્રીમ કોર્ટ બદલ્યો હાઈકોર્ટનો નિર્ણય
  • કેરલ HCનો આદેશ હતો- અનૌરસ (નાજાયજ) સંતાનનો પિતાની સંપતિમાં અધિકાર નહિં
  • લાંબા સમય સુધી રીલેશનશીપમાં સાથે રહેવાથી લગ્ન જ ગણાશે
સુપ્રીમ કોર્ટને સોમવારે કહી દીધું કે જો કોઈ પુરુષ અને મહિલા લાંબા સમય સુધી સાથે રહે છે તો કાયદા મુજબ તેને લગ્ન જીવન જ ગણાશે અને તેના બાળકને પિતાની સંપતિના હિસ્સામાંથી વંચિત ના રાખી શકાય.
સુપ્રીમ કોર્ટ કેરલ હાઈકોર્ટના નિર્ણયને રદ કરી નાખ્યો છે, જેમાં એવું લખ્યું હતું કે જો લગ્નના પુરાવા ના હોય અને પુરુષ અને મહિલા એકસાથે રહેતા હોય તો તેમાં અનૌરસ (નાજાયજ) સંતાન પિતાની સંપતિમાં અધિકાર નહિં મળે.

સુપ્રીમ કોર્ટે નીચલી અદાલતનો આ નિર્ણય રદ કર્યો
જસ્ટિસ એસ.અબ્દુલનજીર અને જસ્ટિસ વિક્રમ નાથની બેંચએ કહ્યું કે, જો કોઈ એક પુરુષ અને મહિલા પતિ-પત્ની તરીકે લાંબા સમય સુધી સાથે રહે છે તો આ લગ્ન જેવું જ માની લેવાશે.આ પ્રકારનું અનુમાન સાક્ષ્ય અધિનિયમની કલમ 114ની અંતર્ગત લગાવી શકાય છે.
કોર્ટે કહ્યું કે, જો કોઈ પુરુષ અને મહિલા પતિ અને પત્ની તરીકે લાંબા સમય સુધી સાથે રહે છે તો લગ્નના પક્ષમાં અનુમાન લગાવાશે. સુપ્રીમ કોર્ટ આ નિર્ણય કેરલ હાઈકોર્ટના 2009ના ચુકાદા સામે દાખલ કરાયેલી અરજીની સુનાવણી દરમિયાન સંભળાવ્યો.

કેરલ હાઈકોર્ટે શું કહ્યું હતું 
કેરલ હાઈકોર્ટે એક પુરુષ અને મહિલાની વચ્ચે લાંબા સમયના સંબધોની સાથે એક બાળકના પિતાની સંપતિમાં અધિકાર આપવામાં નીચેલી અદાલતે આ ચુકાદાને રદ્દ કરી દીધો હતો. હાઈકોર્ટે આ ચુકાદા પર કહ્યું હતું કે એ વાતનો કોઈ પુરાવો નથી કે અરજદારના માતા-પિતા લાંબા સમયથી એક સાથે રહે. દસ્તાવેજોથી ફક્ત એ જ સાબિત થાય છે કે આ અરજી કરનાર આ બંનેનો પુત્ર છે. પરંતુ કાયદેસરનો પુત્ર નથી. આથી હાઈકોર્ટે સંપતિમાં ભાગ પાડવાની ના પડી દીધી હતી.

સુપ્રીમ કોર્ટે શું કહ્યું 
સુપ્રીમ કોર્ટે આ ચુકાદાને રદ કરતા કહ્યું કે મહિલા અને પુરુષે એ સિદ્ધ કરી દીધું છે કે પતિ-પત્નીની જેમ જ રહે છે. તો કાયદો એવું માની લેશે કે તે કાયદેસરના લગ્નના પરિણામસ્વરૂપ એક સાથે રહેતા હતા.

  • Follow us on: