- પંજાબના ફિરોઝપુરમાં હુમલાખોરોએ કર્યું ફાયરિંગ
- અંધાધૂંધ ફાયરિંગની ઘટનામાં 3 લોકોના મોત નીપજ્યા
- પોલીસે સમગ્ર મામલે તપાસનો ધમધમાટ શરૂ કર્યો
પંજાબના ફિરોઝપુરમાં કારગર ગુરુદ્વારા સાહિબ પાસે ફાયરિંગની ઘટના સામે આવી છે. ફાયરિંગમાં 3 લોકોના મોત થયા છે. સમાચાર અનુસાર, અહીં બાઇક સવાર બે લોકોએ એક કાર પર ગોળીબાર કર્યો હતો. આ દરમિયાન કારની અંદર ચાર લોકો બેઠા હતા અને તેમાંથી ત્રણના મોત થયા હતા.
ગુરુદ્વારામાંથી કેટલાક લોકો બહાર આવ્યા અને કારમાં બેસવા લાગ્યા, જ્યારે ત્યાં હાજર બાઇક સવાર હુમલાખોરોએ જોરદાર ગોળીબાર શરૂ કરી દીધો. કહેવામાં આવી રહ્યું છે કે હુમલાખોરોએ અનેક રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. સમગ્ર ઘટનામાં ત્રણ લોકોના મોત નીપજ્યા છે. પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે.













