- 30 વર્ષ જુના કેસમાં નવજોત સિદ્ધુને થઇ હતી સજા
- સિદ્ધુએ જેલની બહાર આવતા જ મીડિયા સાથે કરી વાત
- પટિયાલા જેલની બહાર ઉમટી પડ્યા કોંગી કાર્યકરો
કોંગ્રેસના નેતા નવજોત સિંહ સિદ્ધુ આખરે 10 મહિનાનો જેલવાસ ભોગવીને બહાર આવ્યા છે. સુપ્રીમ કોર્ટે ગત વર્ષ 19 મેના રોજ રોડ રેજના એક કેસમાં સિદ્ધુને એક વર્ષની સજા સંભળાવી હતી.
જણાવી દઈએ કે કોંગ્રેસના નેતા સિદ્ધુએ પટિયાલા જેલ માંથી નીકળતાની સાથે જ મીડિયા સાથે વાત કરી હતી. સિદ્ધુના જેલમુક્ત થતા પહેલા જ પટિયાલા જેલની બહાર કોંગ્રેસના અનેક કાર્યકર્તાઓ એકત્રિત થઇ ગયા હતા. પટિયાલા જેલની બહાર ઢોલ નગારા વગાડીને સિદ્ધુનું સ્વાગત કરવામાં આવ્યું હતું. સિદ્ધુને ગત વર્ષે સુપ્રીમ કોર્ટે 1988ના એક રોડ રેજ કેસમાં 1 વર્ષની સજા સંભળાવી હતી. તેઓ છેલ્લા 10 મહિનાથી જેલવાસ ભોગવી રહ્યા હતા. આજે તેમને જેલમુક્ત કરી દેવામાં આવ્યા છે.
જેલ મુક્ત થતા જ સરકાર પર કર્યા પ્રહાર
જેલ માંથી બહાર આવતાની સાથે જ કોંગ્રેસના નેતાએ સરકાર પર પ્રહાર કર્યો હતો. તેમણે કહ્યું કે લોકતંત્ર જેવી કોઈ વસ્તુ હવે બચી નથી. પંજાબમાં રાષ્ટ્ર્પરી શાસન લાગવાનું ષડ્યંત્ર રચવામાં આવી રહ્યું છે. લઘુમતીઓને નિશાન બનાવવામાં આવી રહ્યા છે. સિદ્ધુઈ સરકારને પડકાર ફેંકતા કહ્યું કે પંજાબને નબળા પાડવાના પ્રયાસો કરશો તો તમે પોતે જ નબળા પડી જશો.
2 મહિના પહેલા જ થઇ સિદ્ધુની જેલ્મુક્તી
ઉલ્લેખનીય છે કે કોંગ્રેસના નેતા નવજોત સિંહ સિદ્ધુને તેમની સજાના બે મહિના પહેલા જ મુક્ત કરવામાં આવ્યા છે. તેમના વકીલ એચપીએસ વર્માએ કહ્યું કે પંજાબ પ્રિઝન રૂલ્સ મુજબ, જો કેદીનું વર્તન સારું હોય તો તેને સમય પહેલા જ મુક્ત કરી શકાય છે. આ નિયમ અનુસાર, જો કેદીનો વ્યવહાર સારો હોય તો તેની સજા દર મહિને 5 થી 7 દિવસ ઓછી થાય છે. બોલિવૂડ એક્ટર સંજય દત્ત પણ આના આધારે સમય પહેલા જ છૂટી ગયો હતો.
1988ના રોડ રેજ કેસમાં થઈ હતી સજા
સિદ્ધુને ગયા વર્ષે સુપ્રીમ કોર્ટે 1988ના રોડ રેજ કેસમાં એક વર્ષની સજા સંભળાવી હતી. સિદ્ધુ છેલ્લા 10 મહિનાથી જેલમાં હતા. તેને આજે મુક્ત કરવામાં આવ્યો હતો. વાસ્તવમાં, 27 ડિસેમ્બર 1988ના રોજ સાંજના સુમારે સિદ્ધુ પોતાના એક મિત્ર રુપિન્દર સિંહ સંધુ સાથે પટિયાલાના શેરાવલે ગેટ માર્કેટ પહોંચ્યા હતા. આ માર્કેટમાં તેમની કાર પાર્કિંગને લઈને 65 વર્ષીય ગુરનામ સિંહ સાથે બોલાચાલી થઈ હતી. મામલો મારામારી સુધી પહોંચી ગયો હતો.