• પરિવારોની સુખ-સમૃદ્ધિનો તાગ મેળવવા અનેક પ્રશ્નોને આવરી લેવાશે

  • લોકોએ LPG,, ધર્મ, અભ્યાસ, ઇન્ટરનેટ કનેક્શન જેવા સવાલોના જવાબ આપવા પડશે
  • વસ્તી ગણતરીનું કામ ફરીથી શરૂ કરવા જઈ રહી છે

સરકાર કોરોનાને કારણે સ્થગિત કરવામાં આવેલી વસ્તી ગણતરીનું કામ ફરીથી શરૂ કરવા જઈ રહી છે. આ વખતની વસ્તી ગણતરીનું સ્વરૂપ અને સવાલો જરા જુદા છે. જે બદલાયેલા જમાના સાથે તાલ મિલાવી રહ્યા છે. પરિવાર કેટલો શિક્ષિત, સુખસંપન્ન છે તેનો તાગ મેળવવા અનેક સવાલોને તેમાં આવરી લેવાયા છે. ધર્મ માટે ફક્ત 6 વિકલ્પો આપવામાં આવ્યા છે તેમાંથી તમારો પરિવાર કયો ધર્મ પાળે છે તે દર્શાવવાનું રહેશે. નવી વસ્તી ગણતરીનાં નવા ફોર્મમાં દરેક વ્યક્તિએ કેટલો અભ્યાસ કર્યો છે, કયો ધર્મ અપનાવે છે, ઘરમાં શૌચાલય છે કે કેમ, રસોઈ બનાવવા LPG, ગેસ છે કે, PNG કનેક્શન છે, ઇન્ટરનેટ છે, પોતાનું ઘર છે? શું તમે પોતાનાં ઘરમાં રહો છો? DTH કનેક્શન છે?,ઘરમાં પેકેજ્ડ મિનરલ વૉટર પીઓ છો કે કેમ? પરિવાર કયો ખોરાક ખાય છે જેવા પ્રશ્નો પૂછાશે.


  • Follow us on: