• હિન્દી હાર્ટલેન્ડમાં ભાજપ બંપર જીત તરફ

  • પીએમ મોદીની લોકપ્રિયતા પર ફરી લાગી મોહર
  • જૂનો વીડિયો સોશિયલ મીડિયા પર થયો વાયરલ

4 રાજ્યોની વિધાનસભા ચૂંટણીના પરિણામો આવવાનું શરૂ થઈ ગયું છે અને ભારતીય જનતા પાર્ટી 3 રાજ્યોમાં સરકાર બનાવતી જોવા મળી રહી છે. આવી સ્થિતિમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો એક જૂનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.


[[$googlead]]

[[$alsoread]]

દેશના ચાર મોટા રાજ્યોના વિધાનસભા ચૂંટણીના પરિણામોમાં ભારતીય જનતા પાર્ટીને બમ્પર જીત મળતી જોવા મળી રહી છે. આ ક્લીન સ્વીપ બાદ ફરી એકવાર પીએમ મોદીની લોકપ્રિયતા ચરમ પર હોવાનું પુરવાર થયું છે. તેનું કારણ એ છે કે સમગ્ર 5 રાજ્યોના ચૂંટણી પ્રચાર દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મોદીની ગેરંટીનાં નામે વોટ માંગ્યા અને જનતાએ બંપર વોટ આપીને ભાજપને સત્તાની ગાદી સોંપી હતી. આવી સ્થિતિમાં પીએમ મોદીના સંસદમાં આપેલા એક ભાષણનો એક જૂનો વીડિયો હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેમાં પીએમ મોદી કહેતા દેખાઈ રહ્યા છે કે દેશ જોઈ રહ્યો છે. એકલા મોદી કેટલા વિપક્ષના અનેક નેતાઓ પર ભારી પડી રહ્યા છે.

એક અકેલા કિતનો પર ભારી પડ રહા હૈ : પીએમ મોદી

પીએમ મોદીનો આ વીડિયો લોકસભામાં તેમના ભાષણનો છે, જેમાં તેઓ છાતી ઠોકીને કહી રહ્યા છે કે દેશ દેખ રહા હૈ એક અકેલા કિતનો પર ભારી પડ રહા હૈ. હકીકતમાં આજે 4 રાજ્યોની વિધાનસભા ચૂંટણીના પરિણામો સામે આવ્યા હતા. જેમાંથી 3માં ભાજપની બંપર બહુમતી સાથે જીત થતી દેખાઈ રહી છે. ભાજપ પોતાના બળે સરકાર રચી રહ્યો છે. મધ્ય પ્રદેશમાં ભાજપે સત્તા જાળવી રાખી છે અને રાજસ્થાન તેમજ છત્તીસગઢને કોંગ્રેસ પાસેથી ખૂંચવી લીધા છે. હવે આ વાત અને પીએમ મોદીના આ જૂના વીડિયોને ભાજપની બંપર જીત સાથે જોડવામાં આવી રહ્યું છે. જાણકારી માટે તમને જણાવી દઈએ કે આ વીડિયો 9 જાન્યુઆરી 2023ના રોજ રાજ્યસભામાં પીએમ મોદીના ભાષણનો છે. હિન્દી હાર્ટલેન્ડ એટલે કે મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને રાજસ્થાનમાં બીજેપીને લીડ મળતાની સાથે જ આ વીડિયો વાયરલ થયો હતો. યુઝર્સ કહી રહ્યા છે કે પીએમ મોદીનો આ જ કરિશ્મા 2024ની લોકસભા ચૂંટણીમાં પણ જોવા મળશે. કેમ કે એક ધારણા અનુસાર આ પરિણામોને લોકો લોકસભાની પહેલાનું સેમિફાઈનલ ગણાવી રહ્યા હતા. હવે આગામી અમુક મહિનાઓમાં જ લોકસભાની ચૂંટણી પણ યોજાઈ શકે છે.

પીએમ મોદી વિરુદ્ધ ભાષણો સામે આવ્યા

વીડિયોમાં જોઈ શકાય છે કે પીએમ મોદી કહી રહ્યા છે કે આખો દેશ જોઈ રહ્યો છે કે એક વ્યક્તિ એક સાથે આટલા લોકો સામે બાથ ભીડીને લડી રહ્યો છે. વિપક્ષ પાસે પોતાના નારાઓ પણ નથી અને સ્થિતિ એવા તબક્કે પહોંચી ગઈ છે કે તેમના માટે સૂત્રોચ્ચાર કરવાવાળું કોઈ નથી. આ સમયે વિપક્ષી નેતાઓને પીએમ મોદીએ આડે હાથ લીધા હતા. મહત્વનું છે કે વિધાનસભા ચૂંટણીના પરિણામો દર્શાવે છે કે ભાજપ દેશના ત્રણ રાજ્યોમાં પોતાની સરકાર બનાવી શકે છે. હાલમાં જ શિવરાજ સિંહ ચૌહાણે કહ્યું હતું કે આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદી મધ્યપ્રદેશના લોકોના દિલમાં વસે છે. આ રાજ્ય મોદીજીના હૃદયમાં પણ વસે છે. આ જ કારણ છે કે ભાજપે 18 વર્ષથી રાજ્યમાં પોતાની સત્તા જાળવી રાખી છે.


  • Follow us on: