- રાયબરેલીમાં રાહુલગાંધીના વિરોધમાં લાગ્યા પોસ્ટર્સ
- હિંદુ હિંસક વાળા નિવેદનને લઇને વિરોધ
- પોસ્ટર્સમાં લખવામાં આવ્યુ છે કે રાહુલગાંધી જવાબ આપો
રાહુલગાંધી આજે રાયબરેલીની મુલાકાતે છે. તેઓએ રાયબરેલીના બછરાવનમાં ચુરુવા હનુમાન મંદિરમાં પ્રાર્થના કરી હતી. તો બીજી તરફ રાયબરેલીમાં રાહુલગાંધીના આગમનને લઇને હિંદુ સંગઠન દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે. હિંદુ સંગઠન દ્વારા રાહુલગાંધીના નિવેદન પર પોસ્ટર લગાવીને વિરોધ કર્યો.
રાયબરેલીમાં લાગ્યો પોસ્ટર્સ
કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીની મુલાકાત પહેલા રાયબરેલીમાં રાહુલ ગાંધી જવાબ આવે તેવા પોસ્ટર્સ લગાવવામાં આવ્યા હતા. હિન્દુઓને હિંસક કહેવાથી નારાજ લોકોએ આ પોસ્ટરો લગાવ્યા . આ પોસ્ટરોમાં લખવામાં આવ્યું છે કે રાયબરેસીના હિંદુ મતદારોએ પોતાને હિંસક કહેવા માટે તમને મત નથી આપ્યો. રાહુલ ગાંધી કયા ધર્મના છો. જવાબ આપો.
રાહુલ ગાંધીએ ગૃહમાં આ નિવેદન આપ્યું હતું
કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ ગૃહમાં કહ્યું હતું કે કે જે લોકો પોતાને હિંદુ કહે છે, તેઓ 24 કલાક હિંસા અને નફરતમાં વ્યસ્ત રહે છે. તમે બિલકુલ હિંદુ નથી. આ દરમિયાન વડાપ્રધાન મોદીએ ઉભા થઈને પોતાનો વિરોધ વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યું હતું કે સમગ્ર હિન્દુ સમાજને હિંસક કહેવું ગંભીર બાબત છે. જેના પર રાહુલ ગાંધીએ પલટવાર કરતા કહ્યું કે ભાજપ અને નરેન્દ્ર મોદી સંપૂર્ણ હિન્દુ સમાજ નથી. આરએસએસ એ સમગ્ર હિન્દુ સમાજ નથી.









