લોકસભામાં વિપક્ષના નેતા બન્યા બાદ રાહુલ ગાંધીની આ પ્રથમ યુએસ મુલાકાત છે. અમેરિકાના પ્રવાસે ગયેલા રાહુલ ગાંધી કોઇને કોઇ નિવેદનથી હાલ ચર્ચામાં રહે છે. તેઓ વિવિધ સિટીમાં ઇન્ટરવ્યુ અને કોલેજોમાં ભાષણ આપતા જોવા મળ્યા છે. ત્યારે મંગળવારે રાહુલ ગાંધીએ અમેરિકી કોંગ્રેસના સભ્યો અને બાઇડેન પ્રશાસનના અધિકારીઓ સાથે મુલાકાત કરી હતી. વૉશિંગ્ટન ડીસીમાં રાહુલ ગાંધીની આ મુલાકાત થઇ. જેમાં ઇલ્હાન ઉમરની પણ હાજરી હતી. જેને લઇને બીજેપીએ સવાલ ઉઠાવ્યા છે.
ભારત વિરોધી તત્વોને મળી રહ્યા છે રાહુલ ગાંધી
આ અંગે બીજેપી પ્રવક્તા શહજાદ પૂનાવાલાએ પ્રતિક્રિયા આપી છે કે શીખ વિરોધી, અનામત વિરોધી નિવેદનો આપનારી અને વિદેશની ધરતી પરથી ભારતીય સંસ્થાઓ પર સવાલો ઉઠાવ્યા બાદ રાહુલ ગાંઝી એક પાર્ટીનો વિરોધ કરીને ભારત વિરોધી તત્વો સાથે મળી રહ્યા છે. આવુ પહેલીવાર નથી થઇ રહ્યું, કોણ છે ઇલ્હાન ઉમર ? અમેરિકી કોંગ્રેસમાં ભારત વિરુદ્ધ પ્રસ્તાવ લાવી, પાકિસ્તાનના પ્રવાસે ગઇ. ભારતના સાર્વભૌમત્વનું ઉલ્લંઘન કર્યું.
રાહુલગાંધીને સત્તાની એવી કેવી લાલસા ?
શહેઝાદ પૂનાવાલાએ વધુમાં જણાવ્યું હતું કે ઇલ્હાન ઉમર ઇમરાન ખાનને મળી હતી અને ભારતમાં ઇસ્લામોફોબિયા વિશે ચર્ચા કરી હતી. જ્યારે ભારતે કલમ 370 હટાવી ત્યારે તેણે ભારત વિરુદ્ધ વાત કરી હતી અને ઇલ્હાન ઉમરે હિંદુઓ વિરુદ્ધ નફરત ફેલાવી હતી. રાહુલ ગાંધીની એવી તો શું મજબૂરી છે ? એવી કેવી સત્તાની લાલસા છે કે એક દેશ વિરોધી તત્વોને મળી રહ્યા છે.
તમારે જણાવવું જોઈએ કે આવા લોકોને મળવું યોગ્ય છે કે કેમ.
કોણ છે ઇલ્હાન ઉમર ?
- ઇલ્હાન ઉમર અમેરિકામાં એક વિવાદાસ્પદ ચહેરો છે. તે ઘણીવાર પોતાના નિવેદનોને કારણે મુશ્કેલીમાં મુકાઈ છે. તેઓને ભારતના મામલામાં દખલ કરવાની આદત છે.
- તે મોદી સરકારની ઘણી નીતિઓ સામે ખુલ્લેઆમ બોલી ચૂકી છે. તેમણે કલમ 370ના મુદ્દે સરકારની ટીકા કરી હતી.
- ભારત અને કેનેડા વચ્ચે કૂટનીતિક તણાવ તથા અલગવાવવાદી નેતા હરદીપસિંહ નિજ્જરની હત્યા મામલે પણ કેનેડાને સમર્થન આપ્યું હતું.
- ઇલ્હાન ઉમરે જાન્યુઆરી 2019માં કાર્યભાર સંભાળ્યો હતો. તેનો જન્મ સોમાલિયામાં થયો હતો. ગૃહ યુદ્ધને કારણે તેમનો પરિવાર સોમાલિયાથી અમેરિકા શિફ્ટ થયો હતો. 1990 ના દાયકામાં યુએસમાં સ્થળાંતર કરતા પહેલા તેમના પરિવારે કેન્યાના શરણાર્થી શિબિરમાં ચાર વર્ષ ગાળ્યા હતા.
- 1997 માં, તેમનો પરિવાર અમેરિકાના મિનિયાપોલિસમાં સ્થાયી થયો. ઇલ્હાન ઓમર મિનેસોટાના 5માં કોંગ્રેસનલ ડિસ્ટ્રિક્ટનું પ્રતિનિધિત્વ કરે છે.
- ઓમર યુએસ કોંગ્રેસમાં પ્રથમ સોમાલી અમેરિકન છે અને મિનેસોટાનું પ્રતિનિધિત્વ કરનાર પ્રથમ બિન- અશ્વેત મહિલા છે.
યુએસ કોંગ્રેસમાં ચૂંટાયેલી પ્રથમ બે મુસ્લિમ મહિલાઓમાં તે એક છે. તે અમેરિકામાં તેના ઈઝરાયેલ વિરોધી વલણ માટે જાણીતી છે. ઇલ્હાન ડેમોક્રેટિક પાર્ટીની ડાબી પાંખના સભ્ય છે. તે યહૂદીઓ પ્રત્યે તેના દ્વેષપૂર્ણ નિવેદનો માટે નિશાના હેઠળ આવી છે.









