• લોકસભાની ચૂંટણી બાદ રાહુલ ગાંધી આવ્યા વાયનાડ
  • વાયનાડમાં જીત બદલ જનતાનો માન્યો આભાર
  • રાયબરેલી અને વાયનાડથી રાહુલગાંધી લડ્યા હતા ચૂંટણી
લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસ નેતા રાહુલગાંધી એ યુપીની રાયબરેલી અને કેરળની વાયનાડ બેઠક પરથી જીત હાંસલ કરી છે. ત્યારે હવે મુશ્કેલી એ છે કે તેઓ કઇ બેઠક પરથી સાંસદ રહેશે અને કઇ બેઠક છોડશે. ત્યારે રાહુલ ગાંધીએ આ સમસ્યા દેશ સમક્ષ મૂકી છે. તેમનું કહેવુ છે કે વાયનાડ અને રાયબરેલીમાંથી કઇ બેઠક છોડવી જોઇએ ?

રાયબરેલી અને વાયનાડની જનતાને કર્યો સવાલ
રાહુલ ગાંધીએ એ સ્પષ્ટ કર્યુ છે કે તેઓ જે પણ નિર્ણય લેશે બંને બેઠકના લોકો ખુશ જ હશે. મહત્વનું છે કે રાહુલગાંધીએ જીત બદલ વાયનાડની જનતાનો આભાર માન્યો હતો. ત્યાં તેમણે જનસભા સંબોધતા કહ્યુ કે મને આશા છે કે આપણે જલ્દી મળીશું. પણ હું મૂંઝવણમાં છું કે મારે વાયનાડના સાંસદ રહેવું કે રાયબરેલીના. . મને આશા છે કે વાયનાડ અને રાયબરેલી બંને મારા નિર્ણયથી ખુશ થશે. ઉલ્લેખનીય છે કે લોકસભા ચૂંટણીમાં બીજી વખત વાયનાડમાંથી જંગી જીત મેળવ્યા બાદ રાહુલ ગાંધી આજે પહેલીવાર કેરળ પહોંચ્યા હતા.



રાહુલ ગાંધી બે જગ્યાએથી સાંસદ ન બની શકે
ઉલ્લેખનીય છે કે 2019માં પણ રાહુલ ગાંધી વાયનાડ સીટ પરથી જીત્યા હતા. ફરી એકવાર વાયનાડે તેના પર વિશ્વાસ વ્યક્ત કર્યો છે. આ ઉપરાંત રાયબરેલીના લોકોએ પણ તેમના પર વિશ્વાસ વ્યક્ત કર્યો છે. હવે નિયમો અનુસાર રાહુલ ગાંધી બે જગ્યાએથી સાંસદ નહીં બની શકે. તેમણે એક બેઠક છોડવી પડશે. એક તરફ રાયબરેલી બેઠક છે, જે ગાંધી પરિવારની પરંપરાગત બેઠક છે, તો બીજી બાજુ વાયનાડ છે, અહીંના લોકોએ રાહુલ પર વિશ્વાસ વ્યક્ત કર્યો હતો જ્યારે તેઓ અમેઠીની તેમની પરંપરાગત બેઠક ભાજપની સ્મૃતિ ઈરાની સામે હારી ગયા હતા. આ જ કારણ છે કે રાહુલ ગાંધીએ હવે કઇ સીટ છોડવી અને કઇ સીટ જાળવી રાખવી તે અંગે મૂંઝવણનો સામનો કરી રહ્યા છે.

  • Follow us on: