• રાહુલગાંધીના નિવેદનથી રાજકીય ગરમાવો તેજ
  • ઇડીવાળા નિવેદનને લઇને બીજેપીએ કર્યો પ્રહાર
  • રાહુલગાંધી પર અફવા ફેલાવાનો લગાવ્યો આરોપ

રાહુલગાંધીએ ટ્વિટર પર પોસ્ટ કરીને ઇડીએ ગમે ત્યારે રેડ પાડવાની યોજના બનાવી રહી છે હું તૈયાર છું. આવા ટ્વિટને લઇને રાજકારણમાં ગરમાવો આવ્યો છે. એક તરફ વિપક્ષ તેમના દાવાને લઈને કેન્દ્ર સરકારને ઘેરવાનો પ્રયાસ કરી રહી છે તો બીજી તરફ ભાજપે રાહુલ ગાંધી પર અફવા ફેલાવવાનો આરોપ લગાવ્યો છે.

સુકાંત મજમુદારે સાધ્યુ નિશાન

[[$googlead]]

રાહુલ ગાંધીના આવા નિવેદન પર ભાજપે વિપક્ષ પર વળતો પ્રહાર કર્યો છે. કેન્દ્રીય મંત્રી સુકાંત મજુમદારે રાહુલ ગાંધી પર નિશાન સાધતા કહ્યું છે કે તેઓ પહેલાથી જ જામીન પર છે, જો જામીન રદ થશે તો સ્વાભાવિક છે કે તેમની ધરપકડ કરવામાં આવશે. સુકાંતે કહ્યું કે જો રાહુલ ગાંધીએ ભ્રષ્ટાચાર કર્યો નથી તો તેમને કંઈ થશે નહીં.

[[$alsoread]]

ગિરિરાજ સિંહ રાહુલ પર વરસ્યા

 કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહે પણ રાહુલ ગાંધી પર પ્રહારો કર્યા છે. તેમણે કહ્યું છે કે રાહુલ ગાંધી જણાવે કે તેમને આ કોણે કહ્યું ? ગિરિરાજે રાહુલ પર જુઠ્ઠાણાની ખેતી કરવાનો આરોપ લગાવ્યો છે. 

રાહુલગાંધીએ શું આપ્યુ નિવેદન ?

લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ દાવો કર્યો છે કે તેમના ચક્રવ્યૂહના નિવેદનને કારણે તેમના પર ED દ્વારા દરોડા પાડવામાં આવી શકે છે. મહત્વનું છે કે રાહુલગાંધીએ સંસદમાં ચક્રવ્યૂહનું નિવેદ આપ્યુ હતું જેમાં સત્તા પક્ષના નેતાઓ પર પ્રહાર કર્યા હતા. આ નિવેદનને લઇને રાહુલ ગાંધીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પોસ્ટ કરતા જણાવ્યું હતું કે હું ખુલ્લા હાથે EDની રાહ જોઈ રહ્યો છું. હું તેમને ચા અને બિસ્કિટ ખવડાવીશ.


  • Follow us on: