- મણિપુરમાં લોકોના મોત થઈ રહ્યા છેઃ રાહુલ ગાંધી
- હું 19 વર્ષથી રાજનીતિમાં છું : રાહુલ ગાંધી
- 19 વર્ષમાં મણિપુરની સૌથી દર્દનાક ઘટનાઓઃ રાહુલ ગાંધી
મણિપુરમાં ભારત માતાની હત્યા કરાઈ છે. મણિપુર રાજ્યની હત્યા કરવામાં આવી છે. મણિપુરમાં હિંદુસ્તાનની હત્યા થઇ છે. મણિપુરની મજાક ઉડાવવી યોગ્ય નથી. ભારતીય સેના એક જ દિવસમાં હિંસાને રોકી શકી હોત. મણિપુર મુદ્દે અવિશ્વાસ પ્રસ્તાવની નિષ્ફળતા બાદ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ આજે પત્રકાર પરિષદ યોજી હતી. રાહુલે કહ્યું કે પીએમ મોદીએ પોતાના 2 કલાક 13 મિનિટના ભાષણમાં મણિપુરમાં માત્ર 2 મિનિટ વિતાવી. આ 2 મિનિટમાં પણ પીએમ મણિપુરની મજાક ઉડાવી રહ્યા હતા. રાહુલ ગાંધીએ કહ્યું કે મણિપુરની મજાક ઉડાવવી યોગ્ય નથી.
આ સમય ભાજપ - કોંગ્રેસનો નથી, દેશને બચાવવાનો છે
રાહુલે કહ્યું કે જ્યારે હું મણિપુરના કુકી પ્રદેશમાં ગયો હતો ત્યારે મને સ્પષ્ટપણે કહેવામાં આવ્યું હતું કે તમારી સુરક્ષામાં કોઈ મેઇતેઇ ન રહે, નહીં તો અમે તેને મારી નાખીશું. તેવી જ રીતે, જ્યારે હું મેઇતેઇ વિસ્તારમાં ગયો ત્યારે મને કહેવામાં આવ્યું કે કોઈ કૂકી તમારી સાથે ન રહે, નહીં તો મેઇતેઇના લોકો તેને મારી નાખશે.
'મારી 19 વર્ષની કારકિર્દીમાં આવું ક્યારેય જોયું નથી'
આ દરમિયાન રાહુલ ગાંધીએ કહ્યું કે હું 19 વર્ષથી રાજનીતિમાં છું, પરંતુ મેં મણિપુરમાં જે જોયું તે મારા સમગ્ર રાજકીય કરિયરમાં નથી જોયું. મણિપુર બે ભાગમાં વહેંચાયેલું છે.મેં મણિપુરમાં જે જોયું અને સાંભળ્યું તે મેં ક્યારેય જોયું નથી. મેં સંસદમાં જે કહ્યું તે ખાલી શબ્દો નથી. પહેલીવાર સંસદના રેકોર્ડમાંથી 'ભારત માતા' શબ્દ હટાવવામાં આવ્યો તે અપમાન છે









