- ઈમ્ફાલમાં ફરી હિંસા ભડકી, ડેપ્યુટી કલેક્ટરના ઘરને અને બે કારને આગ
- સુરક્ષાદળે હુમલાખોરોને ખદેડી કાઢયા હતા
- સ્થિતિ અંકુશમાં લેવા કેન્દ્રે IPS રાકેશ બલવાલને જવાબદારી સોંપી
મણિપુરના પાટનગર ઈમ્ફાલની નજીક આવેલા મુખ્યંમત્રી બિરેન સિંહના ખાલી પડેલા પૈતૃક ઘર પર મોડી રાત્રે હુમલો કરાયો હતો. જો કે સુરક્ષાદળે હુમલાખોરોને ખદેડી કાઢયા હતા. ઘરમાં કોઈ રહેતું નથી. ઘર કાયમ બંધ જ રહે છે. બીજી બાજુ ઈમ્ફાલમાં ફરી એકવાર હિંસા ભડકી છે. બે યુવકોની હિંસાનાં મામલે બુધવારે શરૂ થયેલી હિંસાનો દોર ગુરુવારે પણ ચાલુ રહ્યો હતો. નવેસરથી ફાટી નીકળેલી હિંસામાં તોફાને ચઢેલા ટોળાએ જિલ્લા અધિકારી (DC) ની ઓફિસમાં તોડફોડ કરીને ભારે નુકસાન પહોંચાડયું હતું. કેટલાક વાહનોને આગ લગાડીને સળગાવી દીધા હતા. બુધવારે તોફાનીઓએ થોબુલ જિલ્લામાં ભાજપની ઓફિસમાં આગ લગાડી હતી. ઈમ્ફાલમાં પૂર્વ અને પશ્ચિમ જિલ્લામાં જિલ્લા ડેપ્યુટી કલેકટરનાં ઘરને આગ લગાડાઈ હતી. બે મોટરકારને સળગાવી દેવાઈ હતી.
મણિપુરમાં સ્થિતિ અંકુશમાં લેવા કેન્દ્રે IPS રાકેશ બલવાલને જવાબદારી સોંપી










