• પ્રારંભિક તારણોમાં મુખ્ય કારણ સિગ્નલની ખરાબી છે
  • કોરોમંડલ ટ્રેન કે જે 128ની સ્પીડ પર જઈ રહી હતી
  • માત્ર કોરોમંડલ એક્સપ્રેસ જ અકસ્માતનો ભોગ બની હતી

પ્રેસ કોન્ફરન્સને સંબોધિત કરતી વખતે, ઓપરેશન અને બિઝનેસ ડેવલપમેન્ટના સભ્ય જયા વર્મા સિન્હાએ જણાવ્યું હતું કે, “પ્રારંભિક તારણો મુજબ, સિગ્નલિંગમાં કેટલીક સમસ્યા છે. અમે હજુ પણ રેલવે સુરક્ષા કમિશનરના વિગતવાર અહેવાલની રાહ જોઈ રહ્યા છીએ. માત્ર કોરોમંડલ એક્સપ્રેસ જ અકસ્માતનો ભોગ બની હતી. ટ્રેન લગભગ 128 કિમી પ્રતિ કલાકની ઝડપે હતી."

કોરોમંડલ ટ્રેન કે જે 128ની સ્પીડ પર જઈ રહી હતી. જ્યારે લૂપ લાઈન પર બે માલગાડી ઉભી હતી. યશવંતપુર એક્સપ્રેસ 126ની સ્પીડ પર જઈ રહી હતી. બંને યાત્રી ટ્રેન માટે સિગ્નલ ગ્રીન હતું. પરંતુ કોરોમંડલ ટ્રેન અચાનક જ મેઈન લાઈન પરથી ઉતરી ને લૂપ લાઈને એટલે કે જ્યાં માલગાડી ઉભી હતી તેના પાછળના બે ડબ્બા સાથે અથડાઈ હતી. તે સમયે કોરોમંડલ ટ્રેનની સ્પીડ 128 હતી. અથડામણ પછી પણ માલગાડી તેની જગ્યા પરથી હલી પણ નહી, જેનું કારણ છે કે તે લોખંડથી ભરેલી હતી. સૂચના મળતાની સાથે જ રાહત ટીમ 20 મીનીટમાં ઘટમા સ્થળે પહોંચી ગઈ હતી. ુપ્રારંભિક તપાસમાં દુર્ઘટના પાછળનું મુખ્ય કારણ સિગ્નલ સામે આવ્યુંં છે. 

રેલવે બોર્ડેની પ્રેસ કોન્ફરન્સ
રેલવે બોર્ડે પ્રેસ કોન્ફરન્સ કરીને આ મામલાની માહિતી આપી હતી. આ દરમિયાન જણાવવામાં આવ્યું કે પ્રાથમિક તપાસમાં સિગ્નલમાં કેટલીક સમસ્યા જોવા મળી છે. વધુ તપાસ ચાલુ છે. ગુડ્સ ટ્રેન બે લૂપ લાઇન પર ઊભી હતી. કોરોમંડલ એક્સપ્રેસની ઝડપ 128 kmph હતી. યશવંતપુર એક્સપ્રેસ ટ્રેન પણ 126 કિ.મી. ની ઝડપે આવી રહી હતી આ દરમિયાન કોરોમંડલ એક્સપ્રેસ ગુડ્સ ટ્રેન સાથે અથડાઈ હતી. માલગાડીમાં લોખંડ ભરેલું હતું. જેના કારણે માલગાડી પોતાની જગ્યાએથી ખસ્યી ન હતી. આ દરમિયાન ત્યાંથી યશવંતપુર એક્સપ્રેસ પસાર થઈ રહી હતી. અથડામણ બાદ કોરોમંડલ એક્સપ્રેસના પાટા પરથી ઉતરી ગયેલા કોચ યશવંતપુર એક્સપ્રેસના પાછળના બે કોચ સાથે અથડાયા હતા. જેના કારણે યશવંતપુર એક્સપ્રેસના ડબ્બા પણ પાટા પરથી ઉતરી ગયા હતા.

ઓડિશાના બાલાસોરમાં બહાનાગા બજારમાં શુક્રવારે થયેલા ટ્રેન અકસ્માતમાં મૃત્યુઆંક વધીને 288 પર પહોંચી ગયો છે. 1175 ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જેમાંથી 793ને રજા આપવામાં આવી છે અને 382ની સારવાર ચાલી રહી છે. બેની હાલત ગંભીર હોવાનું કહેવાય છે. રેલ્વેએ મૃતકોના નજીકના પરિજનોને 10 લાખ રૂપિયા, ગંભીર રીતે ઘાયલોને 2 લાખ રૂપિયા અને અન્ય ઘાયલોને 50,000 રૂપિયાની સહાયની જાહેરાત કરી છે.

  • Follow us on: