- 23 જાન્યુઆરીથી મંદિર જનતા માટે ખુલ્લું રહેશે
- પ્રવાસીઓની માગને જોતાં મોટી સંખ્યામાં ટ્રેન દોડાવવામાં આવશે
- શ્રાદ્ધાળુ પવિત્ર શહેરની યાત્રા કરી શકે તે માટે આ આયોજન
અયોધ્યામાં 22 જાન્યુઆરીએ નવનિર્મિત રામમંદિરના ભવ્ય ઉદ્ઘાટન માટે તડામાર તૈયારી ચાલી રહી છે. તે અરસામાં ભારતીય રેલવે પણ ભક્તો માટે દેશના વિવિધ વિસ્તારોમાંથી 1,000થી વધુ ટ્રેન દોડવવા યોજના ઘડી રહી છે. તે ટ્રેનનું સંચાલન 19 જાન્યુઆરીથી શરૂ થશે ઉદ્ઘાટન પછીના 100 દિવસ સુધી ટ્રેન દોડતી રહેશે. શ્રાદ્ધાળુ પવિત્ર શહેરની યાત્રા કરી શકે તે માટે આ આયોજન થઈ રહ્યું છે. તીર્થયાત્રીઓ માટે આ વિશેષ ટ્રેન દિલ્હી, મુંબઇ, ચેન્નઈ,બેંગલુરુ, પૂણે, કોલકાતા, નાગપુર, લખનઉ અને જમ્મુ સહિતના મુખ્ય સ્ટેશનેથી અયોધ્યા સુધી દોડશે. સૂત્રોના જણાવ્યા મુજબ,'પ્રવાસીઓની માગને જોતાં મોટી સંખ્યામાં ટ્રેન દોડાવવામાં આવશે.
ભારતીય રેલવેમાં વેઇટિંગ લિસ્ટ ભૂતકાળ થઇ જશે : રૂ. એક લાખ કરોડની યોજના










