- રાજસ્થાનમાં ચોમાસુ વરસતાં સોહામણુ વાતાવરણ, જનજીવન ખોરવાયું
- ચાર-પાંચ દિવસમાં સમગ્ર વાયવ્ય ભારતમાં ભારેથી અતિભારે વરસાદ થવાની આગાહી
- હિમાચલમાં વરસાદ સાથે તણાઇ આવેલા કાટમાળમાં ઘણા વાહનો દબાયા
ચોમાસુ ધીરે ધીરે દેશમાં આગળ વધી રહ્યું છે. સમગ્ર પંજાબ અને હરિયાણામાં આગામી બે કે ત્રણ દિવસમાં ચોમાસુ બેસી જવાની શક્યતા હોવાથી હવામાન વિભાગે આ બંને રાજ્યોમાં ઓરેન્જ એલર્ટ જારી કર્યું છે. સમગ્ર વાયવ્ય ભારતમાં આવનારા થોડા દિવસોમાં ભારે વરસાદની આગાહી છે.
ભારતના હવામાન વિભાગ દ્વારા જારી થયેલા બુલેટિન મુજબ આવનારા ચાર-પાંચ દિવસોમાં સમગ્ર વાયવ્ય ભારતમાં ગાજવીજ અને વીજળીના કડાકા સાથે ભારેથી અતિભારે વરસાદ થવાની આગાહી છે. હરિયાણા અને પંજાબના બાકીના વિસ્તારોમાં વરસાદ માટે અનુકુળ વાતાવરણ સર્જાઇ ચુક્યું છે. આગામી બે ત્રણ દિવસમાં બાકીના વિસ્તારો સુધી પણ ચોમાસુ પહોંચી ચુક્યું છે.










