રાજસ્થાનના જયપુરમાં રક્ષા મંત્રી રાજનાથ સિંહે મોટું નિવેદન આપ્યું છે. એક કાર્યક્રમને સંબોધતા તેમણે કહ્યું કે, મંદિર-મસ્જિદમાં પૂજા-અર્ચના માટે જવું એ આધ્યાત્મિકતા નથી. તેમણે કહ્યું કે, મન જેટલું મોટું હશે, જીવનમાં કષ્ટ એટલા જ ઓછા હશે. રાજનાથે કહ્યું કે, આપણે હંમેશાથી નોલેજ બેસ્ટ સોસાયટી છે અને આજે પણ આપણું ભારત નોલેજ બેસ્ટ સોસાયટી છે.


[[$googlead]]

આપણી પ્રાચીન શિક્ષણ પ્રણાલીમાં વિશેષ ધ્યાન અપાયું

રક્ષા મંત્રીએ કહ્યું કે, ફિલોસોફી હોય, ગણિત હોય, મેડિકલ સાયન્સ હોય, આર્કિટેક્ચર હોય, નૃત્ય હોય, સંગીત હોય, માર્શલ આર્ટ હોય કે અન્ય કોઈ વિદ્યાશાખા હોય આ બઘામાં આપણી પ્રાચીન શિક્ષણ પ્રણાલીમાં વિશેષ ધ્યાન આપવામાં આવ્યું છે. એ બીજી વાત છે કે કોઈ કારણસર અથવા મૈકાલે દ્વારા માર્ગદર્શન આપવામાં આવેલી શિક્ષણ પદ્ધતિઓ અથવા અન્ય કારણોસર આપણી પ્રાચીન શિક્ષણ પદ્ધતિમાં ગણિત અને વિજ્ઞાન પર સમાન ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું તે વિશ્વ સમક્ષ લાવવામાં આવ્યું ન હતું.

[[$alsoread]]

જયપુરમાં સૈનિક સ્કૂલનું ઉદ્ઘાટન કરાયું

કેન્દ્રીય રક્ષા મંત્રી રાજનાથ સિંહે જયપુરમાં ભવાની નિકેતન કેમ્પસમાં પીપીપી મોડલ પર ચાલતી રાજસ્થાનની પ્રથમ સૈનિક શાળાનું ઉદ્ઘાટન કર્યું. તેમણે કહ્યું કે સૈનિક શાળાઓમાં માત્ર પુસ્તકીયું જ્ઞાન પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવતું નથી પરંતુ સર્વાંગી વિકાસ પર ધ્યાન આપવામાં આવે છે. કેન્દ્ર સરકાર દેશમાં 100 નવી સૈનિક શાળાઓ ખોલવા જઈ રહી છે.રક્ષા મંત્રી રાજનાથ સિંહે કહ્યું કે, એક કારણ એ હોઈ શકે છે કે તેઓ તેમની શિક્ષણ પ્રણાલીને વધુ સારી અને આપણી શિક્ષણ પદ્ધતિને હલકી કક્ષાની બતાવવા માંગતા હતા. રક્ષા મંત્રી રાજનાથ સિંહે રાજસ્થાનના જયપુરમાં સૈનિક સ્કૂલનું ઉદ્ઘાટન કર્યું. આ પ્રસંગે તેમણે આ વાતો કહી હતી. આ પ્રસંગે ડેપ્યુટી સીએમ દિયા કુમારી પણ હાજર હતી.

રાજસ્થાન ઐતિહાસિક રીતે ભારતનું ઈતિહાસનું કેન્દ્ર

રાજનાથ સિંહે વધુમાં કહ્યું કે, એવું બિલકુલ નથી કે અમારું ધ્યાન માત્ર ફિલોસોફી અને આધ્યાત્મિકતા પર હતું. અમારું ધ્યાન ગણિત અને વિજ્ઞાન પર હતું. અમારું ધ્યાન ખગોળશાસ્ત્ર અને જ્યોતિષશાસ્ત્ર પર પણ હતું. રક્ષા મંત્રીએ કહ્યું કે, રાજસ્થાન ઐતિહાસિક રીતે ભારતનું ઈતિહાસનું કેન્દ્ર રહ્યું છે. આ ભૂમિ માત્ર બહાદુરી માટે જ નહીં પરંતુ તેની અનન્ય સંસ્કૃતિ માટે પણ જાણીતી છે.

  • Follow us on: