કોટામાં ચંબલ ફર્ટિલાઇઝર પ્લાંટમાં ગેસ લાઇનમાં લીક થતાં 13 બાળકોની તબિયત લથડી છે. કોટા જિલ્લાના સાંગોદ વિધાનસભા ક્ષેત્રની ગડેપન સરકારી શાળામાં કેટલાક બાળકો બેભાન થઈ ગયા હતા. ત્યાર બાદ તેઓને સારવાર માટે હૉસ્પિટલ ખસેડાયા હતા. જ્યાંથી વધુ 6 ગંભીર બાળકોને કોટા રિફર કરવામાં આવ્યા હતા. ઘટનાની માહિતી મળતાં જ જિલ્લા વહીવટીતંત્ર અને પોલીસમાં ખળભળાટ મચ્યો છે.


બાળકોની તબિયત લથડતા વધી ચિંતા

કોટા ગ્રામીણ એસપીએ જણાવ્યું હતું કે ગ્રામજનોએ ગેસ લીકેજ અંગે મૌખિક ફરિયાદ કરી છે, તેઓ આ મામલે ઘટનાસ્થળે પહોંચ્યા હતા, કેટલાક બાળકોને સારવાર માટે કોટા મોકલવામાં આવ્યા છે, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે. તેમણે કહ્યું કે સમગ્ર મામલાની તપાસ કરવામાં આવી રહી છે. જિલ્લા કલેક્ટર ડૉ. રવિન્દ્ર ગોસ્વામી પણ ઘટનાસ્થળે પહોંચ્યા અને સમગ્ર મામલાની માહિતી લીધી હતી. જિલ્લા કલેક્ટરે આ સંદર્ભમાં જણાવ્યું હતું કે ઘટનાની જાણ થયા પછી, તેમણે સીમાલિયા ગામની મુલાકાત લીધી છે. અને ફેક્ટરીમાં તપાસ કરી છે. બાળકોના સ્વાસ્થ્ય અંગે પણ માહિતી લેવામાં આવી છે.

ગેસ લીકેજ કે છૂટા થવાના સ્પષ્ટ કારણો હજુ સુધી જાહેર થયા નથી. પ્રદૂષણ નિયંત્રણ બોર્ડને સ્થળ પર બોલાવવામાં આવ્યું છે. અહીં, સિમાલિયા પોલીસ સ્ટેશનના ASI શિવરાજ સિંહે જણાવ્યું કે 12 થી 14 બાળકો અને એક મહિલાને ગડેપન ફેક્ટરી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાંથી 6 બાળકોને જેકે લોન અને કોટાની નવી હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા હતા. હવે બધા બાળકોની સ્થિતિ સામાન્ય છે. 

  • Follow us on: