બનાસકાંઠાની બોર્ડર અને રાજસ્થાનનું છેલ્લું પોલીસ સ્ટેશન માલવ પોલીસ સ્ટેશન,ત્યારે માલવ પોલીસ સ્ટેશને બોર્ડર નજીકથી બે આરોપીઓને રૂપિયા 7 કરોડની રોકડ સાથે ઝડપી પાડયા છે.કારમાં ચોરખાનું બનાવીને રૂપિયા સંતાડયા હતા,પોલીસે કાર ચેક કરતા તેમાંથી રોકડ રકમ મળી આવી હતી ત્યારે મહેસાણાના બે યુવકોની પૂછપરછ કરતા તેઓ સરખો જવાબ આપી શકયા ન હતા જેને લઈ પોલીસે ધરપકડ કરી હતી અને આઈટી વિભાગને જાણ કરી હતી.


[[$googlead]]

500ની નોટના બંડલ મળ્યા

બનાસકાંઠાની અમીરગઢ બોર્ડર અને રાજસ્થાનની બોર્ડરે આવેલું પોલીસ સ્ટેશન એટલે માલવ પોલીસ સ્ટેશન,માલવ પોલીસ જયારે વાહન ચેકિંગ કરી રહી હતી તે દરમિયાન એક કારને ચેકિંગ કરવા માટે રોકવામાં આવે છે અને પોલીસને બાતમી હતી કે કારમાં રોકડ પડી છે જેને લઈ ચેકિંગ કરતા તેમાંથી રોકડ મળી આવી હતી અને કુલ મળીને 7 કરોડ 1 લાખ રૂપિયા ઝડપવામાં આવ્યા હતા.દિલ્હીથી અમદાવાદ આ યુવકો રોકડ લઈને આવતા હતા.

[[$alsoread]]

કોના રૂપિયા છે તે દિશામાં તપાસ શરૂ

રાજસ્થાન સરહદે કારમાંથી 7 કરોડ ઝડપાયા છે તે મુદ્દે કોના રૂપિયા છે તે દિશામાં પોલીસે તપાસ હાથધરી છે.પોલીસને હજી પણ આરોપીઓ સંતોષકારક જવાબ આપ્યો નથી જેને લઈ પોલીસ પણ મૂંઝવણમાં મૂકાઈ છે.રાજ્સ્થાન પોલિસ દ્વારા રોકડ રકમ ભરેલ કારને રિકકો પોલિસ સ્ટેશનમાં લઈ જઈ રકમને ગણતરી કરવાની તજવીજ હાથ ધરતાં રકમને ગણવા માટે બેંકથી મશીન લઈ ગણતરી કરવામા આવી હતી.

હાલ બન્ને આરોપીની કરાઈ ધરપકડ

પોલીસે બન્ને આરોપીઓની ધરપકડ કરી છે અને વધુ પૂછપરછ હાથધરી છે,રૂપિયા દિલ્હીથી લઈને અવાતા હતા જેને લઈ તપાસ તેજ કરવામાં આવી છે,હજી સુધી કોઈનું નામ સામે આવ્યું નથી કે આ રૂપિયા કોના હતા અને પોલીસે બન્ને આરોપીઓની પૂછપરછ કરી છે પણ સંતોષકારક જવાબ મળી આવતા નથી,હવે આઈટી વિભાગ આ વાતને લઈ શું ખુલાસા કરે છે તે જોવાનું રહ્યું.

 

  • Follow us on: