• દેશમાં આકરી ગરમી વચ્ચે આગના બનાવો વધ્યા
  • લખનૌથી સાબરમતી આવતી ટ્રેનમાં આગ લાગી
  • ભાકરી સ્ટેશન પર લાગી હતી આગ
દેશમાં કાળઝાળ ગરમીનો માહોલ છે. તેવામાં ક્યાંક જંગલોમાં આગ તો ક્યાંક ગોડાઉન અને નાની મોટી ફેક્ટરીઓમાં આગ લાગવાના બનાવો બની રહ્યા છે. ત્યારે લખનૌથી અમદાવાદ જતી ટ્રેનમાં આગ લાગી હોવાનું સામે આવ્યું ચે.

મુસાફરો ગભરાહટમાં
દૌસામાં મોટી દુર્ઘટના ટળી હતી. લખનઉથી અમદાવાદ જતી ટ્રેન 19402 નંબરની ટ્રેનમાં આગ લાગી હતી. ટ્રેન ભાકરી સ્ટેશન પર હતી ત્યારે આગ લાગી હતી. રેલવેના ફાટક નંબર 168ના ગેટમેને ટ્રેનમાં આગ લાગવાની જાણ કરી હતી. ટ્રેનમાં અચાનક આગ લાગવાથી મુસાફરોમાં ગભરાટ ફેલાયો હતો. ટ્રેનમાં બેઠેલા મુસાફરો સિવાય સ્ટેશન પરના બાકીના લોકો અને રેલવે પ્રશાસન આઘાતમાં હતું.

સાબરમતી આવી રહી હતી ટ્રેન
મળતી માહિતી મુજબ ટ્રેનના વ્હીલમાં બ્રેક બ્લોક થવાના કારણે આગ લાગી હતી. રેલ્વે પ્રશાસનને આગની માહિતી મળતાની સાથે જ રેલ્વે પ્રશાસને ટ્રેન ઉભી થતા જ તમામ મુસાફરોને બહાર કાઢી લીધા હતા. ટ્રેન લખનૌથી ગુજરાતના સાબરમતી જઈ રહી હતી. ત્યારે સ્ટેશન માસ્તરે જનરલ ડબ્બાની નીચે પૈડા પાસેના બ્રેક બ્લોકમાંથી ધુમાડો નીકળતો જોયો. ફાયર ફાઈટરોએ પરિસ્થિતિને કાબુમાં લીધી છે.
  • Follow us on:

[[$googlead]]