• રાજસ્થાનના અનુપગઢમાં ગમખ્વાર અકસ્માત
  • સમેજા કોઠી પોલીસ સ્ટેશન વિસ્તારમાં કારે ટ્રકને ટક્કર મારી
  • કારમાં સવાર 6 લોકોના મોત, એક ઇજાગ્રસ્ત
રાજસ્થાનના અનૂપગઢમાં ગમખ્વાર અકસ્માત સર્જાયો. સલેમપુરા પાસે નેશનલ હાઇવે 944 પર ટ્રકને ક્રૂઝરે ટક્કર મારતા ક્રૂઝરમાં સવાર 6 લોકોના મોત નીપજ્યા છે. જ્યારે એક મહિલા ઘાયલ થતા શ્રી ગંગાનગર ખાતે હોસ્પિટલ લઇ જવાયા છે. મહત્વનું છે કે કારમાં ડ્રાઇવર સાથે 7 લોકો સવાર હતા.

ઓવરટેકના ચક્કરમાં જીવ ગયો ?

સમેજા કોઠી પોલીસ સ્ટેશન વિસ્તારમાં બપોરે 3.30 કલાકે આ ઘટના બની હતી. જેમાં રાયસિંગનગરના કિકરવાલી ગામનો એક પરિવાર ક્રુઝરમાં અનુપગઢ તરફ જઈ રહ્યો હતો. ક્રુઝરમાં ડ્રાઈવર સહિત સાત લોકો સવાર હતા. જેમાં ડ્રાઇવર સહિત પાંચ મહિલા અને બે પુરૂષો હતા. આ દરમિયાન સાલેમપુરા ગામ નજીક ક્રુઝર આગળ જઈ રહેલી ટ્રક સાથે અથડાઈ હતી. જણાવવામાં આવી રહ્યું છે કે કારનો ડ્રાઈવર ટ્રકને ઓવરટેક કરવાનો પ્રયાસ કરી રહ્યો હતો પરંતુ જોરદાર ધડાકા સાથે કાર ટ્રક સાથે અથડાતા આ ઘટના બની..

પરિવારમાં શોકની લાગણી

મળતી માહિતી મુજબ, ક્રુઝરમાં બેઠેલા તમામ લોકો અનુપગઢના ગામમાં પોતાના સંબંધીઓને મળવા જઈ રહ્યા હતા. ગામમાં સંબંધીઓને મળીને પરત પોતાના ગામ કિકરાંવલી આવી રહ્યા હતા. એક જ પરિવારના 6 લોકોના મોત થતા પરિવારમાં ભારે શોકની લાગણી ફરી વળી હતી. ગામમાં એક સાથે 6 લોકોના મૃતદેહ પહોંચતા ગામમાં માતમ છવાયો હતો. 
  • Follow us on: