- રાજસ્થાનમાં ભાજપના ઉમેદવારની કારમી હાર
- મંત્રીપદના શપથ બાદ ચૂંટણી મેદાને ઉતાર્યા હતા
- ભાજપના ઉમેદવાર સુરેન્દ્રપાલસિંહ ટીટીની હાર
રાજસ્થાનના શ્રીગંગાનગર જિલ્લાની કરણપુર વિધાનસભા બેઠક પરની પેટાચૂંટણીમાં ભાજપનો દાવ ઉંધો પડ્યો છે. ભાજપના ઉમેદવાર સુરેન્દ્ર પાલ સિંહ ટીટી અહીંથી ચૂંટણી હારી ગયા છે. આશ્ચર્યની વાત એ છે કે આ પેટાચૂંટણી પહેલા જ ભાજપે સુરેન્દ્ર પાલ સિંહ ટીટીને ભજનલાલ કેબિનેટમાં મંત્રી બનાવ્યા હતા.
રૂપિન્દર સિંહ કુન્નરની જીત
શ્રીગંગાનગર જિલ્લાની કરણપુર વિધાનસભા બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર રૂપિન્દર સિંહ કુન્નરની જીત થઇ છે. ઉલ્લેખનીય છે કે ગત મહિને ચૂંટણી પ્રચાર દરમિયાન કોંગ્રેસના ઉમેદવાર અને તત્કાલિન ધારાસભ્ય ગુરમીત સિંહ કુનારના નિધનને કારણે મતદાન સ્થગિત કરવામાં આવ્યું હતું. જે બાદ પેટાચૂંટણી જાહેર કરવામાં આવી હતી. કોંગ્રેસે આ બેઠક પરથી કુનરના પુત્ર રૂપિન્દર સિંહને મેદાનમાં ઉતાર્યા હતા.
10 દિવસ પહેલા બન્યા મંત્રી
મહત્વનું છે કે સુરેન્દ્ર પાલસિંહ ટીટીએ બરાબર 10 દિવસ પહેલા 30 ડિસેમ્બરે મંત્રી પદના શપથ લીધા હતા. ત્યારબાદ સુરેન્દ્ર પાલ સિંહ ટીટીને ભજનલાલ સરકારમાં રાજ્યમંત્રી (સ્વતંત્ર હવાલો) બનાવવામાં આવ્યા છે.તેમણે જયપુરના રાજભવનમાં પદ અને ગોપનીયતાના શપથ લીધા હતા. જોકે કરણપુર વિધાનસભા બેઠક પરથી રૂપિન્દરસિંહ સામે 12,570 મતોથી હાર થઇ છે.









