- પુત્રની જન્મતારીખની લોટરીની ટિકિટ ખરીદી જંગી ઇનામ જીત્યો
- રાજીવ અરીકટ્ટે પાછલા ત્રણ વર્ષથી બિગ ટિકિટ ડ્રોમાં ભાગ લેતો હતો
- મફતમાં મળેલી ટિકિટે કેરળના યુવાનને જીતાડયો
યુએઈમાં રહેતાં ભારતીય ઇમિગ્રન્ટ રાજીવ અરીકટ્ટે બિગ ટિકિટ અબુધાબી વીકલી ડ્રોમાં 15 મિલિયન દિરહામ એટલે કે અંદાજે રૂ. 33 કરોડ જીતી લીધા છે. સમગ્ર જીવનને બદલાવી નાખનારો આ નાણાંનો ધોધ એક સંપૂર્ણ આૃર્ય સાથે આવ્યો હતો. યુએઈ મીડિયા અહેવાલો અનુસાર રેફલ ડ્રો નંબર 260 દરમિયાન 037130 નંબરની ટિકિટને ભવ્ય ઇનામ મળ્યું હતું જે રાજીવની ટિકિટ હતી. પાછલા ત્રણ વર્ષથી બિગ ટિકિટ ડ્રોમાં ભાગ લેતો હતો તે હાલમાં એક AIAIN આર્કિટેક્ચર ફર્મમાં કામ કરી રહ્યો છે. રાજીવે તેની પત્ની અને અનુક્રમે પાંચ અને આઠ વર્ષની વયના બે બાળકો સાથેના તેના ઘરનો ફોટો શેર કર્યો હતો. રાજીવની વિજેતા ટિકિટનું આગવું મહત્ત્વ છે કેમ કે રાજીવે પુત્રના જન્મદિવસના આંકડા પ્રમાણેની લોટરીની ટિકિટ ખરીદી હતી. ભવ્ય ઇનામ જીતી ગયેલાં રાજીવને હજુ પણ પોતાના નસિબ પર ભરોસો બેસતો નથી અને અચાનક મળેલા ધનના ઢગલાનું શું કરવું તેની યોજના પણ હજુ સુધી વિચારી શક્યો નથી.
મફતમાં મળેલી ટિકિટે કેરળના યુવાનને જીતાડયો










