• દિલ્હીના પૂર્વ મંત્રીએ કરી સ્પષ્ટતા
  • રાજકુમાર આનંદે આપ પાર્ટીની ટીકાઓ અઁગે આપ્યો જવાબ
  • ગઇ કાલે સમાજ કલ્યાણ મંત્રી રાજ કુમાર આનંદે આપ્યું હતું રાજીનામુ

દિલ્હી આમ આદમી પાર્ટીના સમાજ કલ્યાણ મંત્રી રાજ કુમાર આનંદ મંત્રી પદથી રાજીનામુ આપી દીધુ હતું.. જેને લઇને આપ પાર્ટી દ્વારા તેમની પર આક્ષેપ પ્રતિઆક્ષેપનો દોર શરૂ થઇ ગયો છે.આપના કાર્યકરો દ્વારા ટિપ્પણી કરવામાં આવી હતી કે ઇડીને દરોડા પાડ્યા હતા જેથી પ્રેશરમાં આવીને તેમણે રાજીનામુ આપ્યું. આ  મામલે રાજકુમાર આનંદની પ્રતિક્રિયા સામે આવી છે.

ઇડીના ડરથી નથી જોડાયો- રાજકુમાર આનંદ

[[$googlead]]

તેમણે કહ્યું કે હું એ સ્પષ્ટતા કરવા માંગુ છું કે હું EDના ડરથી હું અહીં આવ્યો નથી.  મારા ઘર પર EDની રેડ માત્ર દારૂના કૌભાંડની મની ટ્રેલ શોધવા માટે હતો. આ મામલે ઇડીએ એમ પણ કહ્યું છે કે આ કેસમાં એક રૂપિયાનો ભ્રષ્ટાચાર થયો નથી.

[[$alsoread]]

હું દલિતોનું અપમાન સહન નહી કરુ-રાજકુમાર આનંદ

તેમણે વધુમાં કહ્યું કે જો મેં આ જૂઠાણાની રાજનીતિમાં વિશ્વાસ કરવાનું ચાલુ રાખ્યું હોત તો હું જ્યાં હતો ત્યાં જ હોત. ગઈ કાલે સૌરભ ભારદ્વાજે કહ્યું, દલિતો, ગરીબ, નબળા... શું બધા દલિતો નબળા અને ગરીબ છે?... હું દલિતોનું અપમાન સહન નહીં કરું.

AAPએ કર્યા હતા પ્રહાર

AAP પાર્ટી છોડવા બદલ દિલ્હી સરકારના મંત્રી અને AAP નેતા આતિશીએ ટિપ્પણી કરી હતી કે દરેક વ્યક્તિ જાણે છે કે રાજ કુમાર આનંદે શા માટે રાજીનામું આપ્યું. નવેમ્બરમાં તેમના ઘર પર 23 કલાકની દરોડા પાડવામાં આવી છે. અમને રાજ કુમાર આનંદ પ્રત્યે સહાનુભૂતિ છે. તે ઘણા પ્રેશર હેઠળ ગયા છે. તેઓ પર ઇડીનું ઘણુ પ્રેશર હતું.

રાજકુમાર આનંદ EDથી ડરી ગયા- સૌરભ ભારદ્વાજ

રાજકુમાર આનંદના રાજીનામા પર સૌરભ ભારદ્વાજે કહ્યું હતું કે દરેક વ્યક્તિ જાણે છે કે તેમના નિવાસસ્થાને ED દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા. તે દબાણમાં હતા અને ડરી ગયા હતા. અમને તેમની સામે કોઈ ફરિયાદ નથી. એક સ્ક્રિપ્ટ આપવામાં આવી હતી અને તેની પાસે તેને વાંચવા સિવાય બીજો કોઈ વિકલ્પ નહોતો...અમે પૂર્વ દિલ્હી મતવિસ્તારમાંથી દલિત ઉમેદવારને મેદાનમાં ઉતાર્યા છે. અરવિંદ કેજરીવાલની ધરપકડનું કારણ પાર્ટીને તોડવાનું અને દિલ્હી અને પંજાબની સરકારોનું વિસર્જન કરવાનું હતું.

  • Follow us on: