- રાજનાથ સિંહે અમેરિકી મંત્રી સાથે ડાન્સ કર્યો
- તેજ પ્રતાપ કૃષ્ણના રૂપમાં જોવા મળ્યા
- CM શિવરાજ સિંહે ચૌહાણે ફાગ ગીત ગાયું
સમગ્ર દેશમાં આજે હોળીની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે. દરેક વ્યક્તિ હોળીના રંગમાં રંગાયેલા જોવા મળે છે, તો આવી સ્થિતિમાં આપણા રાજકારણીઓ કેવી રીતે પાછળ રહી શકે. તેમણે જોરદાર ઉજવણી કરી છે. સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે તેમના ઘરે હોળીની ઉજવણીનું આયોજન કર્યું હતું.
આ સમારોહમાં તેમણે ભારતની મુલાકાતે આવેલા અમેરિકી વાણિજ્ય મંત્રી જીના રેમોન્ડોને પણ આમંત્રણ આપ્યું હતું. આ દરમિયાન જીનાએ રાજનાથ સિંહનો હાથ પકડીને જોરદાર ડાન્સ કર્યો હતો. તેમના ડાન્સનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
તેજ પ્રતાપ કૃષ્ણના રૂપમાં જોવા મળ્યા
બિહારના પર્યાવરણ મંત્રી તેજ પ્રતાપ યાદવે પટનામાં લઠ્ઠમાર હોળી રમી હતી. આ દરમિયાન તેઓ કૃષ્ણના રૂપમાં દેખાયા હતા. તેમણે તેમના ચાહકોની વચ્ચે વાંસળી પણ વગાડી હતી. તેમણે પિતા લાલુ પ્રસાદ યાદવ સાથે વીડિયો કોલ પર વાત કરી. આ સાથે જ લાલુએ દેશવાસીઓને હોળીની શુભેચ્છા પણ પાઠવી હતી.
CM શિવરાજ સિંહે ફાગ ગીત ગાયું
CM શિવરાજ સિંહ ચૌહાણે ભોપાલ સ્થિત તેમના નિવાસસ્થાને પત્ની સાધના સિંહ સાથે હોળીની ઉજવણી કરી. આ દરમિયાન તેમણે ફાગ ગીત ગાયું હતું- 'મોરી બહુ હીરાની હૈ, એ ભૈયા મિલે બતા દિયોં'. આ દરમિયાન લોકોએ જોરદાર ડાન્સ પણ કર્યો હતો. સાથે જ તેમણે ટ્વીટ કરીને રાજ્યની જનતાને હોળીની શુભેચ્છા પણ પાઠવી હતી.









