- ઓડિશાના દરિયાકાંઠે મિસાઈલ રુદ્રમ-2નું સફળતાપૂર્વક પરીક્ષણ
- રુદ્રમ-2નું સફળતા પર રક્ષા મંત્રી રાજનાથ સિંહે અભિનંદન પાઠવ્યા
- અગાઉ વાયુસેનાના ફાઈટર એરક્રાફ્ટ સુખોઈ-30થી પરીક્ષણ કરાયું હતું
DRDOએ આજે ઓડિશાના દરિયાકાંઠે મિસાઈલ રુદ્રમ-2નું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું છે. આ સફળતા માટે રક્ષા મંત્રી રાજનાથ સિંહે અભિનંદન પાઠવ્યા છે.
DRDOએ આજે એક મોટી સિદ્ધિ હાંસલ કરી છે. ડીઆરડીઓએ એર-ટુ-સર્ફેસ એન્ટી-રેડિયેશન મિસાઈલ રુદ્રમ-2નું સફળ પરીક્ષણ કર્યું છે. આ મિસાઈલનું આજે ઓડિશાના દરિયાકાંઠેથી વાયુસેનાના ફાઈટર એરક્રાફ્ટ સુખોઈ-30થી પરીક્ષણ કરવામાં આવ્યું હતું. સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે આ સફળતા પર DRDOને અભિનંદન પાઠવ્યા છે.










